
Uttar Pradesh : ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 8 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Dhanraj Nathwani : નવી પેઢીના એક પ્રોફેશનલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે.

Narhari Amin Sansad Ratna Award 2026: ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ પ્રતિષ્ઠિત સાંસદ રત્ન એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર,...

New Delhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. બુધવારે અમિત શાહે કહ્યું કે સરકાર સંસદમાં ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે વિપક્ષને ચર્ચા માટે આગળ આવવા કહ્યું અને સ્પષ્ટતા કરી કે તેઓ ઉઠાવવામાં આવતા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.

ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવી છે. રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી હતી. તસવીરમાં તેઓ વડાપ્રધાન મોદીને ભગવાન ગણેશની મૂર્તિ ભેટ આપતા જોવા મળે છે.

નવી દિલ્હી: ભારતીય પાસપોર્ટ અને નાગરિકતાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય પાસપોર્ટ માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે, પરંતુ સરકારે સ્પષ્ટ શબ્દોમાં એવું નથી કહ્યું કે પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ અને નિર્ણાયક પુરાવો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે ભારતીય પાસપોર્ટ પાસપોર્ટ અધિનિયમ, 1967...

નવી દિલ્હી: દેશભરમાં પેપર લીક અને પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું એન્ટી પેપર લીક બિલ હવે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. લોકસભા બાદ રાજ્યસભામાં ધ્વનિમતથી બિલને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ બિલ માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. બિલ પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત પણ કરી...

રાજ્યસભાની કાર્યવાહી સોમવારે બે વખત સ્થગિત થયા બાદ બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ હતી. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના હંગામા વચ્ચે થોડા સમય માટે ગૃહનું કામકાજ ચાલ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્ર-ગૌરવ અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 પર વિચારણા અને તેને પસાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, ગૃહમાં હોબાળો ચાલુ રહેતા બિલ પર ચર્ચા થઈ શકી નહોતી અને કાર્યવાહી ફરી સ્થગિત કરવામાં આવી હતી.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય જનતંત્રિક ગઠબંધન (એનડીએ) તેની સંસદીય દળની પ્રથમ બેઠક નવા નામ 'મંગલ મિલન' હેઠળ મંગળવારે યોજશે. આ બેઠક સવારે 9:30 વાગ્યે સંસદ પુસ્તકાલય ભવન સ્થિત જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ એનડીએ સહયોગી પક્ષોના સાંસદો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધિત કરશે.

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ સાંસદોને સકારાત્મક અને અર્થસભર ચર્ચા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં તથ્ય અને તર્ક હોય ત્યાં તોફાન માટે કોઈ સ્થાન નથી, અને મજબૂત દલીલો શાંતિપૂર્ણ રીતે પણ અસરકારક રીતે રજૂ કરી શકાય છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશ વિકાસની નવી ગતિ સાથે આગળ વધી રહ્યો છે...

Monsoon Session Bill: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યસભામાં મહત્વપૂર્ણ 'વંદે માતરમ બિલ-2026' રજૂ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં આ બિલ રજૂ કરશે. બિલમાં રાષ્ટ્રીય ગીત **'વંદે માતરમ'**નું અપમાન કરવું અથવા તેના ગાયનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ પાડવો દંડનીય ગુનો બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવિત બિલ મુજબ જો કોઈ વ્યક્તિ જાણીજોઈને 'વંદે માતરમ'ના ગાયન દરમિયાન અવરોધ ઉભો...