સંસદના ચોમાસુ સત્ર વચ્ચે એનડીએની પ્રથમ 'મંગલ મિલન' બેઠક આજે, વડાપ્રધાન મોદી કરશે સંબોધન

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય જનતંત્રિક ગઠબંધન (એનડીએ) તેની સંસદીય દળની પ્રથમ બેઠક નવા નામ 'મંગલ મિલન' હેઠળ મંગળવારે યોજશે. આ બેઠક સવારે 9:30 વાગ્યે સંસદ પુસ્તકાલય ભવન સ્થિત જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ એનડીએ સહયોગી પક્ષોના સાંસદો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધિત કરશે.
Growth Now News
Growth Now News
સંસદના ચોમાસુ સત્ર વચ્ચે એનડીએની પ્રથમ 'મંગલ મિલન' બેઠક આજે, વડાપ્રધાન મોદી કરશે સંબોધનસંસદના ચોમાસુ સત્ર વચ્ચે એનડીએની પ્રથમ 'મંગલ મિલન' બેઠક આજે, વડાપ્રધાન મોદી કરશે સંબોધન

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય જનતંત્રિક ગઠબંધન (એનડીએ) તેની સંસદીય દળની પ્રથમ બેઠક નવા નામ 'મંગલ મિલન' હેઠળ મંગળવારે યોજશે. આ બેઠક સવારે 9:30 વાગ્યે સંસદ પુસ્તકાલય ભવન સ્થિત જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ એનડીએ સહયોગી પક્ષોના સાંસદો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધિત કરશે.

પરંપરાગત રીતે સંસદના દરેક સત્ર દરમિયાન મંગળવારે એનડીએ સંસદીય દળની બેઠક યોજાતી આવી છે, પરંતુ આ વખતે તેને 'મંગલ મિલન' નામ આપવામાં આવ્યું છે. ગઠબંધનના જણાવ્યા મુજબ નવા નામ દ્વારા નિયમિત સંસદીય બેઠકોને સાંસ્કૃતિક અને સંગઠનાત્મક ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ સહયોગી પક્ષો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવાનો ઉદ્દેશ છે.

બીજી તરફ ચોમાસુ સત્રની શરૂઆતથી જ બંને ગૃહોમાં વિપક્ષના વિરોધ અને હોબાળાને કારણે કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી છે. સોમવારે પણ લોકસભા અને રાજ્યસભામાં નીટ વિવાદ, રામ મંદિર ચઢાવા મુદ્દો, જંતર-મંતર પરના પ્રદર્શન અને ઈ-20 પેટ્રોલ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સતત હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.