Get News Alerts

Never miss breaking news updates.

નરહરિ અમીનને સાંસદ રત્ન એવોર્ડ, ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ સન્માન

Narhari Amin Sansad Ratna Award 2026: ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ પ્રતિષ્ઠિત સાંસદ રત્ન એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર,...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 06:10 PM IST
નરહરિ અમીનને સાંસદ રત્ન એવોર્ડ, ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ સન્માનનરહરિ અમીનને સાંસદ રત્ન એવોર્ડ, ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ સન્માન

Narhari Amin Sansad Ratna Award 2026

Narhari Amin Sansad Ratna Award 2026: ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ પ્રતિષ્ઠિત સાંસદ રત્ન એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં 16મા સાંસદ રત્ન એવોર્ડ્સના વિતરણ સમારોહમાં તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

પ્રશ્નોત્તરી અને ચર્ચામાં ઉત્કૃષ્ટ કામગીરી

18મી લોકસભાના વર્ષ 2025-26 દરમિયાન બજેટ સત્રના અંત સુધી સંસદમાં કરેલી કામગીરી, પ્રશ્નોત્તરી અને વિવિધ ચર્ચાઓમાં સક્રિય ભાગીદારીને ધ્યાનમાં રાખીને નરહરિ અમીનની પસંદગી કરવામાં આવી હતી. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. સુકાન્તા મજુમદાર, ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દેશભરમાંથી સંસદસભ્યોને સન્માન

પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2010થી સાંસદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પ્રેરણાથી કરવામાં આવી હતી. આ વર્ષે નરહરિ અમીન સહિત દેશભરના અનેક સંસદસભ્યોને તેમના સંસદીય પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંસદીય સમિતિઓ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ચાર મહત્વની સંસદીય સમિતિઓને પણ એવોર્ડ

કાર્યક્રમમાં સંસદની ચાર મહત્વની સમિતિઓને પણ ઉત્કૃષ્ટ રેકોર્ડ અને કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી. તેમાં કૃષિ સમિતિ, નાણાકીય સમિતિ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિ તેમજ કોલસા અને ખાણ સમિતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ‘ધ જર્ની ઓફ સાંસદ રત્નાસ 2026’ સહિત ત્રણ પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]