Asian Champions Trophy: ભારતીય વિમેન્સ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવી રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

Asian Champions Trophy: ભારતીય વિમેન્સ હોકી ટીમે ફાઈનલમાં ચીનને 3-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. દીપિકાએ 2 ગોલ કર્યા.
Nancy Shukal
Nancy Shukal
Asian Champions Trophy: ભારતે ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીAsian Champions Trophy: ભારતે ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

Asian Champions Trophy: ભારતે ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી

Asian Champions Trophy: વર્ષ 2026 ભારતીય વિમેન્સ હોકી ટીમ માટે યાદગાર બની ગયું છે. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. 28 નવેમ્બરે ભોપાલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ચીનને 3-1થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે રેકોર્ડ ચોથી વખત આ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત જીતનારી ટીમ બની ગઈ છે.

ફાઈનલમાં ચીને પ્રથમ હાફમાં લીડ મેળવી હતી, પરંતુ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ જોરદાર વાપસી કરી મેચનું પાસું પલટી નાખ્યું હતું. ભારતે ટુર્નામેન્ટમાં પોતાનું અજેય અભિયાન પણ જાળવી રાખ્યું હતું. આ સાથે ભારતીય ટીમે સતત ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. અગાઉ રાઉન્ડ રોબિન મુકાબલામાં પણ ભારતે ચીનને 6-2થી હરાવ્યું હતું.

ફાઈનલમાં બે શાનદાર ગોલ કરનારી દીપિકાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારત તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા હતા, જ્યારે ઈશિકાએ એક ગોલ નોંધાવ્યો હતો.

બીજા હાફમાં ભારતીય ટીમે પલટી બાજી

ફાઈનલના પ્રથમ હાફમાં ભારતીય ટીમને ચીન સામે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડીઓની પાસિંગમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો હતો. બીજી તરફ ચીનની ટીમે પણ ભારતને ખુલ્લી રમત રમવાની તક આપી નહોતી.

પરંતુ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ વધુ સારા તાલમેલ સાથે આક્રમક રમત બતાવી હતી. સતત હુમલાઓ કરીને ચીનની ડિફેન્સ લાઈન પર દબાણ ઊભું કર્યું હતું. તેનો ફાયદો મળતાં ભારતે 3-1થી જીત મેળવી હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒! 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐃𝐄! 🇮🇳🏆

A stunning 3-1 victory over China seals the title as India successfully defend their crown and create history with a record-breaking FOURTH Women’s Asian Champions Trophy triumph! 😍🥳

With four titles, including a hat-trick, India become the most successful team in the history of the competition! 🙌🔥

2016, 2023, 2024, 2026

#HockeyIndia #IndiaKaGame #MPAsianCT2026 #HockeyIsBack #NamasteAsia</p>&mdash; Hockey India (@TheHockeyIndia) <a href="https://x.com/TheHockeyIndia/status/2126698960601620955?ref_src=twsrc%5Etfw">November 28, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ફાઈનલમાં 2 ગોલ કરનારી દીપિકા સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી પણ બની હતી. તેને કુલ 10 ગોલ કર્યા હતા, જેમાં 9 પેનલ્ટી કોર્નર અને એક ફિલ્ડ ગોલનો સમાવેશ થાય છે.

2026માં ભારતીય વિમેન્સ હોકીની મોટી સિદ્ધિઓ

ભારતીય વિમેન્સ હોકી ટીમ માટે વર્ષ 2026 અનેક મોટી સફળતાઓ લઈને આવ્યું છે. ટીમે 44 વર્ષની લાંબી રાહ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય FIH નેશન્સ કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

FIH વિમેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે 52 વર્ષમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શનના આધારે ટીમે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે પણ ક્વોલિફાય કર્યું હતું.

વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ વખત ચોથા સ્થાને પહોંચ્યું ભારત

ભારતીય વિમેન્સ હોકી ટીમે આ વર્ષે વર્લ્ડ રેન્કિંગમાં પણ નોંધપાત્ર સુધારો કર્યો હતો. વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ નવમા સ્થાને હતી. ઓગસ્ટમાં વર્લ્ડ કપમાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ટીમ આઠમા ક્રમે પહોંચી હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતતાં સાતમું સ્થાન મેળવ્યું હતું.

ભોપાલમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના રાઉન્ડ રોબિન તબક્કામાં ચીનને 6-2થી હરાવ્યા બાદ ભારત પાંચમા સ્થાને પહોંચ્યું હતું. ત્યારબાદ જાપાન સામે 4-0થી જીત મેળવીને ભારતીય ટીમ વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી હતી. ભારતીય મહિલા હોકીના ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. હવે રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય વિમેન્સ ટીમે વર્ષ 2026નો શાનદાર અંત કર્યો છે.

આ પણ વાંચો: BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક