Virat Kohliની વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર સદી, તોડ્યા અનેક રેકોર્ડ


Virat Kohli
Virat Kohliની વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર સદી, તોડ્યા અનેક રેકોર્ડ


Virat Kohli
Virat Kohli: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ફરી એકવાર પોતાની બેટિંગનો દબદબો સાબિત કર્યો છે. વિરાટ કોહલીએ માત્ર 74 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સદીની સંખ્યા 86 થઈ ગઈ છે. હવે તે સચિન તેંડુલકરના 100 આંતરરાષ્ટ્રીય શતકોના ઐતિહાસિક રેકોર્ડથી 14 સદી દૂર છે.
આ સદી વિરાટ કોહલીની ODI કારકિર્દીની 55મી સદી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સદી સાથે કોહલી એક જ ટીમ સામે 10 ODI સદી ફટકારનાર બેટર પણ બન્યો છે. શ્રીલંકા સામે પણ તે 10 ODI સદી ફટકારી ચૂક્યો છે.
વિરાટ કોહલીએ ગિલ સાથે મળીને ભારતીય ટીમની ઈનિંગને મજબૂતી આપી
મેચમાં કોહલીએ કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ભારતીય ટીમની ઈનિંગને મજબૂતી આપી હતી. બંને વચ્ચે 151 રનની શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. શુભમન ગિલે પણ શાનદાર બેટિંગ કરતાં 108 બોલમાં 110 રન બનાવ્યા હતા. ગિલના આઉટ થયા બાદ કોહલીએ રનચેઝની જવાબદારી સંભાળી હતી. કોહલીએ સિક્સ ફટકારીને પોતાની અડધી સદી અને ત્યારબાદ સદી પૂર્ણ કરી. 110 રન બનાવતા જ તેને ભારતીય ધરતી પર સૌથી વધુ ODI રન બનાવવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.
https://twitter.com/BCCI/status/2104237789894341008
એક જ ટીમ સામે સૌથી વધુ ODI સદી ફટકારનારા ખેલાડીઓ
વિરાટ કોહલી – શ્રીલંકા સામે 10 ODI સદી
વિરાટ કોહલી – વેસ્ટ ઈન્ડિઝ સામે 10 ODI સદી
સચિન તેંડુલકર – ઓસ્ટ્રેલિયા સામે 9 ODI સદી
રોહિત શર્મા – ઓસ્ટ્રેલિયા સામે 9 ODI સદી
વિરાટ કોહલી – ઓસ્ટ્રેલિયા સામે 8 ODI સદી
સચિન તેંડુલકર – શ્રીલંકા સામે 8 ODI સદી
એક દેશમાં સૌથી વધુ ODI રન
વિરાટ કોહલી – 6,983 રન
સચિન તેંડુલકર – 6,976 રન
રિકી પોન્ટિંગ – 5,521 રન
વિરાટ કોહલીની છેલ્લી 11 ODI ઈનિંગમાં 9 વખત 50 કે તેથી વધુ રન બન્યા છે. આ પ્રદર્શન સાથે ODI ક્રિકેટમાં તેનું શાનદાર ફોર્મ યથાવત્ છે.
આ પણ વાંચો: IND Vs WI: ટીમ ઈન્ડિયાએ પહેલી ODI 8 વિકેટથી જીતી, ગિલ અને કોહલીએ ફટકારી સદી





