Tilak Varmaએ T20 ક્રિકેટમાં હાંસલ કરી આ સિદ્ધિ, આ મામલે પ્રથમ ખેલાડી બન્યો


Tilak Varma
Tilak Varmaએ T20 ક્રિકેટમાં હાંસલ કરી આ સિદ્ધિ, આ મામલે પ્રથમ ખેલાડી બન્યો


Tilak Varma
Tilak Varma: રાંચી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી તિલક વર્માની 18 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ જોવા મળી, જેના કારણે તેને એક એવી સિદ્ધિ હાંસલ કરી જે T20 ક્રિકેટમાં તેમના પહેલા કોઈ અન્ય ખેલાડી હાંસલ કરી શક્યો ન હતો.
આ ઈનિંગ સાથે તિલક વર્માએ T20 ક્રિકેટમાં પોતાના 5,000 રન પણ પૂર્ણ કર્યા, જેમાં તે આ સિદ્ધિ સુધી પહોંચનાર ફક્ત પ્રથમ ખેલાડી છે, જે 40 થી વધુની એવરેજ અને 140 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો છે.
તિલકએ પોતાની 175મી T20 મેચમાં 5000 T20 રન પૂરા કર્યા
T20 ક્રિકેટમાં તિલક વર્માને મેચ ફિનિશર માનવામાં આવે છે અને તેને અત્યાર સુધી આ ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી છે. તિલક વર્માએ તેમની 175મી મેચમાં T20 ક્રિકેટમાં 5000 રન પૂર્ણ કર્યા જેમાં તેને 166 ઈનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 41.57 ની એવરેજથી 5031 રન બનાવ્યા, જેમાં તેને 5 સદી અને 30 અડધી સદી ફટકારી છે. જો આપણે આ સમયગાળા દરમિયાન તિલક વર્માના સ્ટ્રાઈક રેટ વિશે વાત કરીએ, તો તે 145.36 જોવા મળ્યો છે.
તિલક વર્માએ વિરાટ કોહલીને પાછળ છોડ્યો
ભારતીય ખેલાડી તરીકે T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 5,000 રન પૂરા કરવાના મામલે તિલક વર્માએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, જેમાં તે આ બાબતમાં 5મો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. તિલક વર્માએ 166મી ઈનિંગમાં પોતાના 5,000 રન પૂરા કર્યા, જ્યારે વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં પોતાના 5000 રનનો આંકડો 167 ઈનિંગમાં પૂર્ણ કર્યો. આ લિસ્ટમાં કેએલ રાહુલનું નામ ટોપ પર છે, જેણે 143 ઈનિંગમાં T20 ક્રિકેટમાં પોતાના 5,000 રન પૂરા કર્યા.
T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 5,000 રન પૂરા કરનારા ભારતીય ખેલાડીઓ
કેએલ રાહુલ - 143 ઈનિંગ
રૂતુરાજ ગાયકવાડ – 145 ઈનિંગ
શુભમન ગિલ - 154 ઈનિંગ
અભિષેક શર્મા - 165 ઈનિંગ
તિલક વર્મા - 166 ઈનિંગ
વિરાટ કોહલી - 167 ઈનિંગ
આ પણ વાંચો:





