Get News Alerts

Never miss breaking news updates.

Tilak Varma રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્લબમાં જોડાયો, T20Iમાં ટોપ 5 ફિલ્ડર્સમાં મેળવ્યું સ્થાન

Tilak Varma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી T20I મેચમાં તિલક વર્માએ 2 શાનદાર કેચ લીધા. તેને T20Iમાં ભારત માટે 50 કેચ પૂર્ણ કર્યા છે અને વિશિષ્ટ ક્લબમાં જોડાયો છે.
Nancy ShuklaUpdated on: 12 Oct 2026 10:13 PM IST
Tilak Varma રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્લબમાં જોડાયો, T20Iમાં ટોપ 5 ફિલ્ડર્સમાં મેળવ્યું સ્થાનTilak Varma રોહિત શર્મા અને વિરાટ કોહલીના ક્લબમાં જોડાયો, T20Iમાં ટોપ 5 ફિલ્ડર્સમાં મેળવ્યું સ્થાન

Tilak Varma

Tilak Varma: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 11 ઓક્ટોબરે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તિલક વર્માએ 16 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા અને રન આઉટ થયો.

બેટિંગ ઉપરાંત તેને ઉત્તમ ફિલ્ડિંગ પણ બતાવી અને 2 કેચ પણ લીધા. તેને 16મી અને 18મી ઓવરમાં શાનદાર કેચ લીધા. આ સાથે તિલક T20I ક્રિકેટમાં 68 મેચોમાં પોતાના 50 કેચ પૂર્ણ કરી લીધા છે. આ સાથે તેનું નામ રોહિત અને વિરાટના ક્લબમાં સામેલ થઈ ગયું છે.

તિલક વર્માનું નામ ટોપ-5 ફિલ્ડર્સમાં સામેલ

તિલક વર્મા T20I ક્રિકેટમાં ફિલ્ડિંગ કરતી વખતે 50 કે તેથી વધુ કેચ લેનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત શર્મા 65 કેચ સાથે આ લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે હાર્દિક પંડ્યા 64 કેચ સાથે બીજા સ્થાને છે. ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે, તેને 58 કેચ લીધા છે. વિરાટ કોહલી 54 કેચ સાથે ચોથા સ્થાને છે. હવે તિલકને વિરાટને પાછળ છોડી દેવા માટે ફક્ત 5 કેચ લેવાની જરૂર છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં પહેલા 4 ખેલાડીઓમાંથી રોહિત અને વિરાટ T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જ્યારે હાર્દિક અને સૂર્યકુમાર યાદવ ટીમની બહાર છે.

T20I માં ભારત માટે સૌથી વધુ કેચ પકડનારા ટોચના 5 ફિલ્ડર્સ

65 - રોહિત શર્મા

64 - હાર્દિક પંડ્યા

58 - સૂર્યકુમાર યાદવ

54 - વિરાટ કોહલી

50 - તિલક વર્મા

અભિષેક શર્માએ 69 રનની ઈનિંગ રમી

ઈન્દોરમાં રમાયેલી મેચની વાત કરીએ તો T20 મેચમાં અભિષેક શર્માની 30 બોલમાં 69 રનની શાનદાર ઈનિંગ છતાં ભારતીય ટીમ છેલ્લા બોલ પર 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અભિષેકે ઈશાન કિશન (18 બોલમાં 37 રન) સાથે મળીને બીજી વિકેટ માટે 108 રનની જંગી પાર્ટનરશીપ નોંધાવી, ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. પરંતુ આ પાર્ટનરશીપ તૂટ્યા પછી ભારતે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી, જેના કારણે ટીમ અપેક્ષા મુજબ મોટો સ્કોર કરી શકી નહીં.

આ જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 224 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. તેમાં શિમરોન હેટમાયર (43) અને કામિલ પૂરન (42) ની સારી ઈનિંગ જોવા મળી. અંતે શમાર સ્પ્રિંગરે પણ માત્ર 11 બોલમાં અણનમ 35 રનની ધમાકેદાર ઈનિંગ રમી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ વિજય મેળવવામાં નિષ્ફળ ગયું અને 14 રનથી મેચ હારી ગયું. ભારત માટે અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી . વેસ્ટ ઈન્ડિઝના વર્તમાન ભારતના પ્રવાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમ ટાર્ગેટનો બચાવ કરતી વખતે જીત મેળવી હોય.

આ પણ વાંચો: Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત ઈન્ડિયા A મેચમાંથી થયો બહાર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.