Suryakumar Yadav: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કમાન


Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ બન્યો મુંબઈનો કેપ્ટન
Suryakumar Yadav: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કમાન


Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ બન્યો મુંબઈનો કેપ્ટન
Suryakumar Yadav: ભારતીય T20 ટીમને 2026નો T20 વર્લ્ડકપ જીતાડનાર સૂર્યકુમાર યાદવ ફરી એકવાર કેપ્ટનશીપની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ 9 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માટે મુંબઈની ટીમ જાહેર કરી છે. આ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ દ્વારા તેઓ લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરશે.
સૂર્યકુમાર છેલ્લે IPL 2026માં મેદાન પર જોવા મળ્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેઓ 8 માર્ચ, 2026ના રોજ ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપની ફાઈનલમાં રમ્યો હતો. ત્યારથી તેઓ ક્રિકેટના મેદાનથી દૂર હતા.
T20 વર્લ્ડકપ જીતાડ્યા બાદ હવે મુંબઈની જવાબદારી
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે આ વર્ષે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો. પરંતુ ખરાબ ફોર્મના કારણે તેમને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. હવે મુંબઈની કેપ્ટનશીપ મળતાં તેમની પાસે ફરી પોતાની લય મેળવવાની તક છે.
કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ સૂર્યકુમારે કહ્યું કે મુંબઈનું પ્રતિનિધિત્વ કરવું હંમેશાં ગર્વની વાત છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ અને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. તેમને વિશ્વાસ છે કે તમામ ખેલાડીઓ એકજૂથ થઈને દરેક મેચમાં બેસ્ટ પ્રદર્શન કરશે. ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રોફી જીતીને ઘરે લાવવાનો છે.
મુંબઈની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ
મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવ સિવાય ભારતીય T20 ટીમના ખેલાડી શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અંગકૃશ રઘુવંશી, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે અને મેક્સવેલ સ્વામીનાથન જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.
આ સિઝનમાં રણજી ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ કરનાર સિદ્ધેશ લાડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યું નથી. મુંબઈની ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 નવેમ્બરે હૈદરાબાદ સામેની મેચથી કરશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અંગકૃશ રઘુવંશી (વિકેટકીપર), દિવ્યાંશ સક્સેના, સુવેદ પારકર, મુશીર ખાન, સરફરાઝ ખાન, સૈરાજ પાટીલ, શિવમ દુબે, અથર્વ અંકોલેકર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, શમ્સ મુલાની, મેક્સવેલ સ્વામીનાથન, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસોઝા અને હાર્દિક તમોરે (વિકેટકીપર).
આ પણ વાંચો: IND Vs NZ: હેમિલ્ટનમાં ત્રીજી વનડેમાં વરસાદ બનશે વિલન? જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન




