IND Vs NZ: હેમિલ્ટનમાં ત્રીજી વનડેમાં વરસાદ બનશે વિલન? જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે 10 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. હવામાનની આગાહી મુજબ મેચ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. જાણો સંપૂર્ણ અપડેટ.
Nancy Shukal
Nancy Shukal
IND Vs NZ: હેમિલ્ટન મેચમાં વરસાદનું સંકટ!IND Vs NZ: હેમિલ્ટન મેચમાં વરસાદનું સંકટ!

IND Vs NZ: હેમિલ્ટન મેચમાં વરસાદનું સંકટ!

IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ 10 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. સિરીઝની શરૂઆતની બંને મેચ વરસાદથી પ્રભાવિત રહી હતી. હવે ત્રીજી વનડે પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાનની આગાહી જોતા ક્રિકેટ ચાહકોને ફરી એકવાર અધૂરી મેચ જોવા મળે તેવી શક્યતા છે.

ભારતીય ટીમ શરૂઆતની બંને મેચ જીતીને સિરીઝમાં 2-0થી આગળ છે અને ત્રીજી મેચ જીતીને અપરાજિત લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

હેમિલ્ટનમાં કેવું રહેશે હવામાન?

હવામાન વેબસાઈટ એક્યૂવેધરના અનુમાન અનુસાર, મંગળવારે હેમિલ્ટનમાં વહેલી સવારથી જ વરસાદની શક્યતા છે. સવારે 4 વાગ્યાથી ભારે વરસાદની સંભાવના 70 ટકાથી વધુ રહેશે. દિવસ આગળ વધવાની સાથે વરસાદની શક્યતા 80 ટકાથી પણ વધી શકે છે.

આગાહી પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહી શકે છે અને રાત્રે 9 વાગ્યા પછી પણ વરસાદ પડવાની આશંકા છે. મેચ દરમિયાન આકાશમાં 85થી 90 ટકા સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ ચિંતાની વાત એ છે કે ટોસ અને મેચની શરૂઆતના સમયે પણ ભારે વરસાદ પડી શકે છે.

મંગળવારે હેમિલ્ટનમાં 25 મિમીથી વધુ વરસાદ થવાની આગાહી છે. તેના કારણે મેદાન ભીનું રહેવાની અને ગ્રાઉન્ડ સ્ટાફને આઉટફિલ્ડ તૈયાર કરવામાં મુશ્કેલી પડવાની શક્યતા છે.

અગાઉની બંને મેચ પણ વરસાદથી પ્રભાવિત થઈ હતી

સિરીઝની પ્રથમ વનડે ઓકલેન્ડમાં રમાઈ હતી. વરસાદને કારણે આ મેચ 32 ઓવરની કરવામાં આવી હતી અને ભારતને 143 રનનો સુધારેલો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો હતો.

ત્યારબાદ વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં પણ વરસાદને કારણે બંને ટીમની ઈનિંગ 47-47 ઓવરની કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 113 રન બનાવ્યા હતા ત્યારે ફરી વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ ડકવર્થ-લુઈસ (DLS) નિયમ હેઠળ ભારતે 4 રનથી જીત મેળવી હતી.

હવે ત્રીજી વનડેમાં પણ વરસાદની આગાહી ભારતીય ટીમ અને ફેન્સની ચિંતા વધારી રહી છે. જો હવામાન સાથ નહીં આપે તો મેચના પરિણામ પર તેની અસર પડી શકે છે.

આ પણ વાંચો: IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વિમેન્સ ટીમની જાહેરાત, સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટની સંભાળશે કમાન