Rohit Sharmaએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 10,000 રન બનાવનાર વિશ્વનો ચોથો ઓપનર બન્યો


Rohit Sharma
Rohit Sharmaએ સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 10,000 રન બનાવનાર વિશ્વનો ચોથો ઓપનર બન્યો


Rohit Sharma
Rohit Sharma: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 2027નો ODI વર્લ્ડકપ નજીક આવતાની સાથે જ રોહિત પોતાનું ફોર્મ પાછું મેળવી રહ્યો છે. રોહિતે હવે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODIમાં સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે . આ રેકોર્ડ લગભગ 22 વર્ષ સુધી ટકી રહ્યો. રોહિત હવે ઓપનર તરીકે ODIમાં 10,000 રન બનાવનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે.
રોહિત શર્મા વનડેમાં 10,000 રન પૂરા કરનાર વિશ્વનો ચોથો ઓપનર બન્યો
રોહિત શર્મા હવે વનડેમાં 10,000 રન પૂરા કરનાર વિશ્વનો ચોથો ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે. સચિન તેંડુલકર ઓપનર તરીકે 10,000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન હતો. તેને 2004માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો. હવે રોહિત શર્માએ તેના કરતા 12 ઈનિંગ ઓછી રમીને 10,000 રન બનાવ્યા છે. રોહિતે અહીં સુધી પહોંચવા માટે માત્ર 202 ઈનિંગ રમી છે. રોહિત સિવાય 10,000 રન બનાવનારા અન્ય બેટ્સમેનોમાં સચિન તેંડુલકર, વેસ્ટ ઈન્ડીઝનો ક્રિસ ગેઈલ અને શ્રીલંકાનો સનથ જયસૂર્યાનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં ફક્ત 4 ઓપનર્સે વનડેમાં 10,000 થી વધુ રન બનાવ્યા
સચિન તેંડુલકરે પોતાના ODI કરિયરમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 15,૩310 રન બનાવ્યા છે. શ્રીલંકાનો સનથ જયસૂર્યા બીજા નંબરે છે, તેને ઓપનિંગ બેટ્સમેન તરીકે 12,740 રન બનાવ્યા છે. સનથ જયસૂર્યાએ પોતાના કરિયરમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 10,179 રન બનાવ્યા છે. હવે જ્યારે રોહિતે પણ 10,000 રનનો આંકડો પાર કરી લીધો છે, ત્યારે તે શક્ય તેટલી વહેલી તકે ક્રિસ ગેઈલને પાછળ છોડી દેવાનું લક્ષ્ય રાખશે. શક્ય છે કે તે આવતા વર્ષે યોજાનારા ODI વર્લ્ડકપ પહેલા સનથ જયસૂર્યાની બરાબરી કરશે.
રોહિત શર્માએ વનડેમાં 35 સદી ફટકારી
રોહિત શર્માએ પોતાના ODI કરિયરમાં 12,000 થી વધુ રન બનાવી લીધા છે, જેમાં 35 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. પાછલી મેચમાં, રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં તેને 35મી સદી ફટકારી હતી. તેને 75 બોલમાં 101 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવશે અને તે રમતો જોવા મળશે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshiની વિકેટ લીધા પછી સેમ અયુબના સેલિબ્રેશન પર ગુસ્સો અભિષેક શર્મા, આ રીતે લીધો બદલો!




