Get News Alerts

Never miss breaking news updates.

Team Indiaમાં વાપસી પર રવિન્દ્ર જાડેજા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ

Team India: વેસ્ટ ઈન્ડીઝ સામેની આગામી 3 મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સતત 2 સિરીઝમાંથી બહાર રહેલો જાડેજા આ સિરીઝ માટે ટીમમાં પરત ફર્યો છે.
Nancy ShuklaUpdated on: 17 Sep 2026 02:21 PM IST
Team Indiaમાં વાપસી પર રવિન્દ્ર જાડેજા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટTeam Indiaમાં વાપસી પર રવિન્દ્ર જાડેજા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ

Team India

Team India: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સતત 2 સિરીઝ ગુમાવ્યા બાદ ODI ટીમમાં પરત ફર્યો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી 3 મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ODIમાં ખરાબ પ્રદર્શન અને છેલ્લી બે સિરીઝમાંથી બહાર રહેવાને કારણે રવિન્દ્ર જાડેજાનું કરિયર લગભગ સમાપ્ત માનવામાં આવતું હતું.

પરંતુ તેને ફરી એકવાર પોતાને સાબિત કરવાની તક આપવામાં આવી છે અને વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ટીમમાં પરત ફર્યો છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને વનડે ટીમમાં વાપસી પર પ્રતિક્રિયા આપી છે.

રવિન્દ્ર જાડેજાએ ODI ટીમમાં વાપસી પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી

37 વર્ષના રવિન્દ્ર જાડેજાએ છેલ્લે જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે વનડે ફોર્મેટમાં રમ્યો હતો. તે પોતાની છેલ્લી મેચમાં 1 પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે તેના પહેલા અક્ષર પટેલ અને હર્ષ દુબે જેવા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરંતુ હવે તે વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે વનડે ટીમમાં પરત ફર્યો છે, જેના કારણે તેને 2027ના વનડે વર્લ્ડકપ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.

આ દરમિયાન ODI ટીમમાં પરત ફર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ સ્ટોરી શેર કરી. પોસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ 2 હાથ જોડીને પોતાનો ફોટો અને વિજય ઈમોજી સાથે શેર કર્યો છે. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રવિન્દ્ર જાડેજાનું ODI કરિયર

2009માં વનડે ડેબ્યૂ કરનાર રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 210 વનડે રમી છે, જેમાં 141 ઈનિંગમાં 32.27ની એવરેજથી 2905 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેને 13 અડધી સદી પણ ફટકારી છે. તેને 202 વનડે ઈનિંગમાં 232 વિકેટ પણ લીધી છે, જેમાં બોલિંગ એવરેજ 36.54 અને ઈકોનોમી રેટ 4.88 છે. તેને વનડેમાં 7 વખત 4 વિકેટ અને 2 વખત 5 વિકેટ લીધી છે. તે વર્તમાન ખેલાડીઓમાં વનડેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

વેસ્ટ ઈન્ડીઝ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી અને નમન ધીર.

આ પણ વાંચો: IND Vs WI: ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત, વિરાટ અને વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.