Get News Alerts

Never miss breaking news updates.

Jasprit Bumrahએ ICC T20I રેન્કિંગમાં મચાવી ધૂમ, ટોપ-10માં ફર્યો પરત

Jasprit Bumrah: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં લાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 રેન્કિંગમાં સુધારો કર્યો છે.
Nancy ShuklaUpdated on: 16 Sep 2026 06:46 PM IST
Jasprit Bumrahએ ICC T20I રેન્કિંગમાં મચાવી ધૂમ, ટોપ-10માં ફર્યો પરતJasprit Bumrahએ ICC T20I રેન્કિંગમાં મચાવી ધૂમ, ટોપ-10માં ફર્યો પરત

Jasprit Bumrah

Jasprit Bumrah: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની અત્યાર સુધી 2 મેચ રમાઈ છે, અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક મહિનાઓથી ફિટનેસ સમસ્યાઓના કારણે ટીમની બહાર હતો, તેથી આ સિરીઝ તેના માટે મહત્વપૂર્ણ હતી.

જસપ્રીત બુમરાહએ શાનદાર વાપસી કરી, 2 મેચમાં ફક્ત 2 વિકેટ લીધી, પરંતુ તેનું ફોર્મ અને બોલ સાથેની લય ખૂબ પ્રભાવશાળી રહી છે. આનાથી જસપ્રીત બુમરાહને ICC T20 બોલિંગ રેન્કિંગમાં પણ ફાયદો થયો છે, જ્યાં તે 7 સ્થાન ઉપર આવીને ટોપ 10માં પરત ફર્યો છે.

જસપ્રીત બુમરાહે લગાવી છલાંગ

છેલ્લા કેટલાક મહિનાઓથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી તેના ICC રેન્કિંગ પર અસર કરી હતી, પરંતુ હવે તે T20 ઈન્ટરનેશનલ મેચોમાં પરત ફર્યા પછી તેમાં સુધારો કરવામાં સફળ રહ્યો છે. ICC રેન્કિંગ અપડેટમાં જસપ્રીત બુમરાહ 7 સ્થાન આગળ વધીને T20 બોલર્સના રેન્કિંગમાં 10મા સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહના રેટિંગ પોઈન્ટ હવે 650 છે. આગામી એશિયન ગેમ્સને ધ્યાનમાં લેતા તેના રેન્કિંગમાં વધુ સુધારાની અપેક્ષા રાખી શકાય છે.

અર્શદીપ સિંહને પણ થયો ફાયદો

જસુપ્રીત બુમરાહ સિવાય અર્શદીપ સિંહે પણ ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના બોલિંગ રેન્કિંગમાં સુધારો કરવામાં સફળતા મેળવી છે. જેમાં અર્શદીપે અફઘાનિસ્તાન સામેની પ્રથમ 2 T20 મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી, જેનો તેને ICC રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. અર્શદીપ સિંહ હવે ICC T20 બોલિંગ રેન્કિંગમાં 11 સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને 642 રેટિંગ પોઈન્ટ સાથે 14મા નંબરે પહોંચી ગયો છે.

આ સિવાય વરુણ ચક્રવર્તી 2 સ્થાનની છલાંગ લગાવી છે અને 678 રેટિંગ પોઈન્ટ સાથે 5મા નંબરે પહોંચી ગયો છે. પરંતુ હવે તેના રેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે તે પ્રથમ T20 મેચ પછી ઈજાને કારણે બહાર થઈ ગયો છે અને એશિયન ગેમ્સમાં રમી શકશે નહીં.

આ પણ વાંચો: WPL Auctionને લઈને મોટી જાહેરાત, કોચીમાં લગાવવામાં આવશે બોલી, આ દિવસથી શરૂ થશે મેચ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.