Get News Alerts

Never miss breaking news updates.

IND Vs WI: ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત, વિરાટ અને વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન

IND Vs WI: વેસ્ટ ઈન્ડીઝ સામે આગામી ઘરેલુ ODI અને T20I સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત અને વિરાટ બંનેને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
Nancy ShuklaUpdated on: 17 Sep 2026 12:21 PM IST
IND Vs WI: ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત, વિરાટ અને વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાનIND Vs WI: ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત, વિરાટ અને વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન

IND Vs WI

IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે રમાનારી વ્હાઈટ બોલ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે ODI અને T20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે અલગ-અલગ ટીમની પસંદગી કરી છે. ODIમાં શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

શ્રેયસ ઐયરને T20I ટીમની કમાન સોંપવામાં આવી છે, અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ સામેલ કરવામાં આવ્યો છે. T20I ટીમમાં તિલક વર્મા વાઈસ કેપ્ટન રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમની જાહેરાત સિવાય સિલેક્ટર્સે રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ અને કાશ્મીર સામે રમાનાર ઈરાની કપ મેચ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમની પણ જાહેરાત કરી છે.

રોહિત અને વિરાટનો વનડે ટીમમાં સમાવેશ

ODI ટીમમાં શુભમન ગિલ કેપ્ટન, કેએલ રાહુલ વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર રહેશે. ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પણ હશે. ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ અને નમન ધીર જેવા બેટ્સમેનોને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને રવિન્દ્ર જાડેજા ટીમનો ભાગ છે.

બોલિંગ વિભાગમાં, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને આકિબ નબી સાથે ગુરનુર બ્રારનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડીને અગાઉ એશિયન ગેમ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે અને તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં રમશે.

હાર્દિક પંડ્યાની વાપસીની અપેક્ષાઓ વધતી જાય છે. આને ધ્યાનમાં રાખીને, નીતિશ કુમાર રેડ્ડીને એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેને ODI સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન T20I ટીમમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ મયંક યાદવ અને પ્રિન્સ યાદવે વાપસી કરી છે.

વેસ્ટ ઈન્ડીઝના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

IND Vs WI ODI સિરીઝનું શેડ્યૂલ

પહેલી ODI: 27 સપ્ટેમ્બર, તિરુવનંતપુરમ

બીજી ODI: 30 સપ્ટેમ્બર, ગુવાહાટી

ત્રીજી ODI: 3 ઓક્ટોબર, ન્યુ ચંદીગઢ

IND Vs WI T20I સિરીઝનું શેડ્યૂલ

પ્રથમ T20I: 6 ઓક્ટોબર, લખનૌ

બીજી T20I: 9 ઓક્ટોબર, રાંચી

ત્રીજી T20I: 11 ઓક્ટોબર, ઈન્દોર

ચોથી T20I: 14 ઓક્ટોબર, હૈદરાબાદ

પાંચમી T20I: 16 ઓક્ટોબર, બેંગલુરુ

ભારતની વનડે ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગૂરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર.

ભારતની T20I ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન કુમાર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદપી સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.

રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ

રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), સનત સાંગવાન, શિખર મોહન, સુદીપ ઘરામી, સરફરાઝ ખાન (વાઈસ-કેપ્ટન), સ્મરણ રવિચંદ્રન, માનવ સુથાર, સારાંશ જૈન, આકાશ દીપ, મુકેશ કુમાર, મુકેશ ચૌધરી, આર્યન જુયાલ (વિકેટકીપર), આર્યન પાંડે, અનુકૂલ રોય, આયુષ ડોસેજા.

આ પણ વાંચો: PM Modi Birthday: પીટીઉષા, ગૌતમ ગંભીર સહિત અન્ય ખેલાડીઓએ પીએમ મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.