Prithvi Shaw આ ટીમનો બન્યો કેપ્ટન, રણજી ટ્રોફીમાં કરશે નેતૃત્વ


Prithvi Shaw
Prithvi Shaw આ ટીમનો બન્યો કેપ્ટન, રણજી ટ્રોફીમાં કરશે નેતૃત્વ


Prithvi Shaw
Prithvi Shaw: ભારતીય બેટ્સમેન પૃથ્વી શો 2026-27 રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચમાં મહારાષ્ટ્ર ટીમનું નેતૃત્વ કરશે. મહારાષ્ટ્ર 11 થી 14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીના પાલમ A સ્ટેડિયમમાં સર્વિસિસ સામે પોતાની પહેલી મેચ રમશે.
2018ના અંડર-19 વર્લ્ડકપમાં ભારતને જીત અપાવનાર પૃથ્વી શોને નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં મહારાષ્ટ્ર ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને ફક્ત 1 મેચ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે.
ઋતુરાજ ગાયકવાડ ઈન્ડિયા Aનું નેતૃત્વ કરશે
ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ODI સિરીઝમાં ભાગ લેવાને કારણે ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રની પ્રથમ રણજી ટ્રોફી મેચ ગુમાવશે. આ બેટ્સમેનને ભારત A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 6, 9 અને 11 ઓક્ટોબરના રોજ પુડુચેરીમાં યોજાનારી ત્રણ બિનસત્તાવાર ODI મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. પૃથ્વી શો અગાઉ દુલીપ ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો.
મહારાષ્ટ્ર માટે ઋતુરાજ ગાયકવાડનું પ્રથમ સિઝનમાં પ્રદર્શન કેવું રહ્યું?
ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂકેલા પૃથ્વી શોએ 2025-26 રણજી ટ્રોફી સીઝન પહેલા મુંબઈ છોડીને મહારાષ્ટ્ર સાથે જોડાયો હતો. મહારાષ્ટ્ર માટે પોતાની ડેબ્યૂ સીઝનમાં તે ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને 7 મેચમાં 11 ઈનિંગમાં 537 રન બનાવ્યા.
પૃથ્વી શો સિવાય અનુભવી બેટ્સમેન અંકિત બાવને, સ્પિનર વિક્કી ઓસ્ટવાલ, ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરગેકર અને ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીની પણ સર્વિસિસ સામેની આ મેચ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડની જેમ, અર્શીન કુલકર્ણી પણ ઈન્ડિયા A ટીમનો ભાગ છે, તેથી તે પણ સિઝનની પહેલી મેચ ગુમાવશે.
મહારાષ્ટ્ર ટીમમાં 3 નવા ખેલાડીઓને સ્થાન મળ્યું
સૌરભ નવલે, સચિન ધાસ અને ઋષિકેશ સોનાવણેની મહારાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. બીડ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી આમેર સલીમના જણાવ્યા મુજબ આ પહેલી વાર છે જ્યારે બીડ જિલ્લાના ત્રણ ખેલાડીઓએ એક સાથે રાજ્યની મુખ્ય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ રણજી ટ્રોફી સિઝનમાં આ ત્રણેય ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહેશે.
સર્વિસીસ સામેની રણજી ટ્રોફી મેચ માટે મહારાષ્ટ્ર ટીમ
પૃથ્વી શો (કેપ્ટન), સચિન ધાસ, દિગ્વિજય પાટીલ, અંકિત બાવને, હર્ષલ કેટ, સિદ્ધેશ વીર, સૌરભ નવલે (વિકેટકીપર), વિકી ઓસ્તવાલ, રાજવર્ધન હંગેરકર, મુકેશ ચૌધરી, પ્રદીપ દાધે, તનય સંઘવી, વૈભવ દરકુંડે, હિતેશ વાલુંજ, ઋષિકેશ સોનાવણે, અથર્વ ધર્માધિકારી.
આ પણ વાંચો: Bhuvneshwar Kumar બન્યો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન




