Bhuvneshwar Kumar બન્યો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન


Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar બન્યો કેપ્ટન, આ ટુર્નામેન્ટમાં સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન


Bhuvneshwar Kumar
Bhuvneshwar Kumar: ભુવનેશ્વર કુમાર ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. આ દરમિયાન ભુવનેશ્વર કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભુવનેશ્વર કુમારને એક ખાસ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હોંગકોંગ સિક્સેસ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના નેતૃત્વમાં ભારત 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. કૃણાલ પંડ્યા અને નીતિશ રાણા જેવા મોટા IPL સ્ટાર્સને 7 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
12 ટીમ ટાઈટલ માટે કરશે સ્પર્ધા
હોંગકોંગ સિક્સીસ મુજબ આ વર્ષની ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમ ભાગ લેશે. ભારતને કટ્ટર હરીફ પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત સાથે ગ્રુપ C માં રાખવામાં આવ્યું છે. બધી મેચ ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભુવનેશ્વર કુમાર આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને ટાઈટલ સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળશે.
ભુવનેશ્વર કુમાર માટે આ ટુર્નામેન્ટ ખાસ મહત્વ ધરાવે છે. તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેને છેલ્લે નવેમ્બર 2022 માં ન્યુઝીલેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે રમ્યો હતો. પરંતુ તેને 2026 ની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં બીજા નંબરે રહ્યો હતો. ત્યારબાદ ભારતીય વ્હાઈટ-બોલ ટીમમાં તેની વાપસી માટે હાકલ કરવામાં આવી હતી, પરંતુ તેને અત્યાર સુધી સામેલ કરવામાં આવ્યો નથી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">STACKED! 🔥
Maximum format. Maximum firepower. Team India is locked, loaded, and ready to take over the Hong Kong Sixes! 🇮🇳💥
#TurnItUpToSix #HongKongSixes https://t.co/aNSKqkDfd1</p>— Cricket Hong Kong, China (@CricketHK) <a href="https://x.com/CricketHK/status/2106998782043066454?ref_src=twsrc%5Etfw">October 5, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ભુવનેશ્વરની સાથે કૃણાલ પંડ્યા પણ હોંગકોંગ સિક્સીસમાં ભારતના અભિયાનનો ભાગ બનશે. બંને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમે છે. નીતીશ રાણા, શશાંક સિંહ, ટી. નટરાજન, રાહુલ ત્રિપાઠી અને રાહુલ તેવતિયાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની નજર ટાઈટલ પર
હોંગકોંગ સિક્સીસ 2026 ખૂબ જ રસપ્રદ ફોર્મેટ ધરાવે છે. દરેક ટીમમાં 6 ખેલાડીઓ હોય છે અને તેઓ 6 ઓવર બોલિંગ કરે છે. ભારતીય ટીમે અત્યાર સુધી ફક્ત 1 જ વાર ટાઈટલ જીત્યું છે. તેથી ભુવી ટાઈટલના દુષ્કાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ભારતે 2005 માં તેનું એકમાત્ર ટાઈટલ જીત્યું હતું. 2024 માં ટુર્નામેન્ટની વાપસી પછી ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તેઓ બંને વખત ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયા હતા. ભારત 2 સીઝનમાં 10માંથી 9 મેચ હારી ગયા હતા.
હોંગકોંગ સિક્સેસ 2026 માટેની ભારતીય ટીમ
ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), કૃણાલ પંડ્યા, નીતિશ રાણા, શશાંક સિંહ, ટી. નટરાજન, રાહુલ ત્રિપાઠી, રાહુલ તેવટિયા.
આ પણ વાંચો: India Vs West Indies વનડે બાદ ICCની કડક કાર્યવાહી, જાણો કેમ લીધો આ નિર્ણય?




