Nikhil Chaudhary: દિલ્હીના નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાની સામે બેટ અને બોલથી મચાવી ધૂમ


Nikhil Chaudhary: નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં બેટ-બોલથી મચાવી ધૂમ
Nikhil Chaudhary: દિલ્હીના નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાની સામે બેટ અને બોલથી મચાવી ધૂમ


Nikhil Chaudhary: નીખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં બેટ-બોલથી મચાવી ધૂમ
Nikhil Chaudhary: દિલ્હીથી ઓસ્ટ્રેલિયા પહોંચેલા નીખિલ ચૌધરીએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ રહી કે તેના આ યાદગાર પ્રદર્શનના સાક્ષી તેના માતા-પિતા પણ બન્યા હતા. તેઓ પહેલીવાર ભારતથી પોતાના દીકરાને રમતા જોવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં નીખિલે બેટિંગ અને બોલિંગ બંનેમાં ધૂમ મચાવીને ઓસ્ટ્રેલિયાની રોમાંચક જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
29 વર્ષના નીખિલ ચૌધરીએ 21 નવેમ્બરે રમાયેલી આ મેચમાં 38 બોલમાં 66 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ સિવાય તેને 2 વિકેટ પણ લીધી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 3 વિકેટે હરાવી પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી.
બોલિંગમાં હેરી બ્રુક અને ટોમ બેન્ટનને કર્યા આઉટ
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 187 રન બનાવ્યા હતા. કેપ્ટન હેરી બ્રુકે 28 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા હતા. ટોમ બેન્ટને પણ 22 બોલમાં 39 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 97 રનની પાર્ટનરશીપ થઈ હતી.
આક્રમક બેટિંગ કરી રહેલા બ્રુકને નીખિલે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ બેન્ટનને લચલન શોના હાથે કેચ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. નીખિલે પોતાની 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 2 વિકેટ લીધી હતી.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">A nail-biting finish to the T20I series opener as Australia beat England in Melbourne 💥
📝: https://t.co/9LzkQyNZ51 https://t.co/Hx8HSRZ2At</p>— ICC (@ICC) <a href="https://x.com/ICC/status/2124107897831559443?ref_src=twsrc%5Etfw">November 21, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
38 બોલમાં 66 રન ફટકારી ઓસ્ટ્રેલિયાને જીતની નજીક પહોંચાડ્યું
188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ સેમ હાર્પરે 15 બોલમાં 32 અને કેપ્ટન મિચેલ માર્શે 32 બોલમાં 37 રન બનાવી ટીમને સંભાળી હતી.
ત્યારબાદ નીખિલે મોરચો સંભાળ્યો અને 38 બોલમાં 6 ચોગ્ગા તથા 2 છગ્ગાની મદદથી 66 રન ફટકાર્યા હતા. પરંતુ 18મી ઓવરમાં જેમી ઓવરટને તેને આઉટ કર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી.
જેક એડવર્ડ્સે અંતિમ ઓવરમાં અપાવી જીત
નીખિલના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયા પર દબાણ વધ્યું હતું, પરંતુ જેક એડવર્ડ્સે 11 બોલમાં અણનમ 25 રન બનાવી ટીમને જીત અપાવી હતી. સેમ કરનની છેલ્લી ઓવરમાં એડવર્ડ્સે ફટકારેલો છગ્ગો નિર્ણાયક સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને 3 વિકેટે મેચ જીતી લીધી હતી.
આ સાથે ઓસ્ટ્રેલિયાએ MCG પર T20 ઈન્ટરનેશનલમાં પોતાનો સૌથી મોટો સફળ રનચેઝ પણ પૂર્ણ કર્યો હતો. સિરીઝની બીજી T20 મેચ 24 નવેમ્બરે ક્વીન્સલેન્ડના કરારા ઓવલ ખાતે રમાશે.
આ પણ વાંચો: Sandpaper Controversy: ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને મોટો ઝટકો, કોમેન્ટ્રી પેનલમાંથી કરાયા બહાર




