Sandpaper Controversy: ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને મોટો ઝટકો, કોમેન્ટ્રી પેનલમાંથી કરાયા બહાર


Sandpaper Controversy: ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર કોમેન્ટ્રીમાંથી બહાર
Sandpaper Controversy: ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને મોટો ઝટકો, કોમેન્ટ્રી પેનલમાંથી કરાયા બહાર


Sandpaper Controversy: ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર કોમેન્ટ્રીમાંથી બહાર
Sandpaper Controversy: ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં વર્ષ 2018ના બોલ ટેમ્પરિંગ વિવાદે ફરી એકવાર ચર્ચા જગાવી છે. કેપટાઉન ટેસ્ટના સેન્ડપેપરગેટ પ્રકરણને લઈને નવા ખુલાસા થયા બાદ હવે તેની અસર મેદાનની બહાર પણ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને કોમેન્ટ્રી પેનલમાંથી હાલ પૂરતા દૂર કરવામાં આવ્યા છે. બંને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની T20 સિરીઝમાં કોમેન્ટ્રી કરવાના હતા, પરંતુ તાજેતરના વિવાદને પગલે ફોક્સ સ્પોર્ટ્સે તેમને બ્રોડકાસ્ટ ટીમમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
ખ્વાજાના ખુલાસાથી ફરી ચર્ચામાં આવ્યો જૂનો વિવાદ
ઉસ્માન ખ્વાજાએ બે સપ્તાહથી વધુ સમય પહેલાં પ્રકાશિત થયેલી પોતાની આત્મકથામાં દાવો કર્યો હતો કે વર્ષ 2018માં સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ દરમિયાન બોલ સાથે ચેડાં કરવાની યોજનાની જાણ ઓસ્ટ્રેલિયન ટીમના તમામ ખેલાડીઓને હતી. તેના આ દાવા બાદ ક્રિકેટ જગતમાં જૂના વિવાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ હતી.
ઉસ્માન ખ્વાજાના બાળપણના મિત્ર અને તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહેલા ડેવિડ વોર્નરે પણ તેના દાવાને સમર્થન આપ્યું હતું. અગાઉ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની તપાસમાં તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બોલ પર સેન્ડપેપરનો ઉપયોગ કરનાર કેમેરન બેનક્રોફ્ટને આ ઘટનામાં જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
પેટ કમિન્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું સમર્થન
આ વિવાદની અસર વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પર પણ જોવા મળી રહી છે. ઉસ્માન ખ્વાજાના દાવા બાદ કમિન્સની ભૂમિકા અંગે સવાલો ઊઠ્યા હતા, કારણ કે તેને આ ઘટનાની જાણ હોવાની ના પાડી હતી. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સ સાથે મુલાકાત કર્યા બાદ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આગામી મહિને ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી 4 ટેસ્ટની સિરીઝ પહેલાં બોર્ડે પેટ કમિન્સ પ્રત્યે એકતા દર્શાવી છે.
ફોક્સ સ્પોર્ટ્સનો મોટો નિર્ણય
ફોક્સ સ્પોર્ટ્સે હાલના વિવાદને ધ્યાનમાં રાખીને ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને આગામી કેટલાક અઠવાડિયા સુધી કોમેન્ટ્રીથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ બંનેની કોમેન્ટ્રીમાં વાપસી ક્યારે થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 21 નવેમ્બરથી 5 મેચની T20 સિરીઝ શરૂ થઈ છે. ત્યારબાદ ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.
આ પણ વાંચો: Ind Vs Eng: ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય U19 ટીમ જાહેર, 18 વર્ષની ભાવિકા અહીરેને મળી કેપ્ટનશીપ




