Get News Alerts

Never miss breaking news updates.

Mumbai Indiansએ નવા હેડ કોચની જાહેરાત કરી, લ્યુક વિલિયમ્સ સંભાળશે પદ

Mumbai Indiansએ આગામી વિમેન્સ પ્રીમિયર લીગ સીઝન પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે, જેમાં લ્યુક વિલિયમ્સને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે લિસા કીટલીની જગ્યા લેશે.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 04:45 PM IST
Mumbai Indiansએ નવા હેડ કોચની જાહેરાત કરી, લ્યુક વિલિયમ્સ સંભાળશે પદMumbai Indiansએ નવા હેડ કોચની જાહેરાત કરી, લ્યુક વિલિયમ્સ સંભાળશે પદ

Mumbai Indians: વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન 2027ની શરૂઆતમાં રમાશે, અને બધી ફ્રેન્ચાઈઝીઓ પાસે આ સીઝનની તૈયારી માટે વધુ સમય વધ્યો નથી. આને ધ્યાનમાં રાખીને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ તેમની વિમેન્સ ટીમના નવા હેડ કોચની જાહેરાત કરી છે.

ગયા સીઝનમાં આ પદ સંભાળનાર લિસા કીટલીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય વિકાસ વડા તરીકેની નિમણૂકને કારણે આ પદ છોડી દીધું છે. કીટલીના ગયા પછી, મુંબઈ ઈન્ડિયન્સે નવા હેડ કોચની જાહેરાત કરવામાં વધુ સમય બગાડ્યો નથી, અને લ્યુક વિલિયમ્સને આ ભૂમિકા સોંપી છે, જેને અગાઉ WPL 2024માં વિમેન્સ પ્રીમિયર લીગનું કોચિંગ કર્યું છે, જ્યાં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિમેન્સ ટીમના હેડ કોચ હતા જ્યારે તેઓ ટાઈટલ જીત્યા હતા.

હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું: લ્યુક વિલિયમ્સ

લ્યુક વિલિયમ્સે મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ફ્રેન્ચાઈઝ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં તેમને કહ્યું કે "મુંબઈ ઈન્ડિયન્સ જેવી આદરણીય અને સફળ ફ્રેન્ચાઈઝીમાં જોડાવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

અમારી પાસે સાથે મળીને નવીનતા લાવવા, ઉત્તેજક ક્રિકેટ રમવા અને સફળતા માટે પ્રયત્ન કરવાની એક મહાન તક છે." લ્યુક વિલિયમ્સનો કોચ તરીકે મજબૂત ટ્રેક રેકોર્ડ છે, જેમને 2022 અને 2023 માં એડિલેડ સ્ટ્રાઇકર્સને સતત 2 WBBL ટાઈટલ અપાવ્યા હતા. તેમને 2023 માં સધર્ન બ્રેવ્સે ધ હન્ડ્રેડ વિમેન્સ જીતી, ત્યારે ચાર્લોટ એડવર્ડ્સના સહાયક કોચ તરીકે પણ સેવા આપી હતી.

વિલિયમ્સનું પહેલું કાર્ય રીટેન્શન લિસ્ટ તૈયાર કરવાનું રહેશે

WPL 2027 સીઝન માટે ખેલાડીઓના ઓક્શન હજુ બાકી છે, અને હેડ કોચ લ્યુક વિલિયમ્સનું પહેલું કાર્ય 28 સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં જાળવી રાખવાના ખેલાડીઓના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવાનું રહેશે. મીની-ઓક્શન 28 ઓક્ટોબરે કોચીમાં યોજાશે, જ્યારે આગામી સીઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી યોજાશે. 2 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો ગત સીઝનમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, જે 3 જીત સાથે ચોથા નંબરે રહ્યો હતો.

આ પણ વાંચો: Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, ભારતીય મિક્સ્ડ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.