Get News Alerts

Never miss breaking news updates.

KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahulએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 129 રનની શાનદાર સદી ફટકારી. પરંતુ ભારત મેચ હારી ગયું. કેએલ રાહુલ સદી ફટકારવા છતાં મેચ જીતી ન શક્યા તેથી નિરાશ થયો.
Nancy ShuklaUpdated on: 04 Oct 2026 09:35 PM IST
KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસોKL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahul

KL Rahul: ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં 129 રનની ધમાકેદાર સદી ફટકારી હતી. પરંતુ તેની શાનદાર સદી છતાં ભારતીય ટીમ હારી ગઈ. મેચ પછી પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કેએલ રાહુલે કહ્યું કે તે સદી ફટકારીને અને મેદાન પર વધુ સમય વિતાવીને ખૂબ જ ખુશ છે, કારણ કે તેનાથી આગામી સિરીઝ પહેલા તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેને એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો કે ટીમ મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ મેળવવામાં ચૂકી ગઈ.

સિરીઝ ક્લીન સ્વીપ ન કરી શક્યા તેનો મને અફસોસ છે: કેએલ રાહુલ

ત્રીજી વનડે પછી જીઓ સ્ટાર સાથે વાત કરતા કેએલ રાહુલે ખુલાસો કર્યો કે તે વેસ્ટ ઈન્ડિઝ સામે 129 રન બનાવીને ખુશ હતો, પરંતુ તે મેચ હારવાથી અને સિરીઝમાં ક્લીન સ્વીપ ન મેળવવાથી પણ નિરાશ હતો. તેને કહ્યું કે ક્રીઝ પર વધુ સમય વિતાવવો તેના માટે મહત્વપૂર્ણ હતો, કારણ કે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની મેચ પછી તેને મોટી વનડે ઈનિંગ રમવાની તક મળી નથી. રાહુલે કહ્યું કે આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડકપની તૈયારી માટે આ બેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેથી તે મેચમાં શીખેલી નવી બાબતોને વ્યવહારમાં મૂકી શકે.

ODI વર્લ્ડકપ 2027 ની તૈયારી વિશે કેએલ રાહુલે શું કહ્યું?

2027ના વર્લ્ડકપની તૈયારીઓ અંગે કેએલ રાહુલે કહ્યું કે ટીમ દ્વિપક્ષીય સિરીઝનો ઉપયોગ નવા ખેલાડીઓનું પરીક્ષણ કરવા માટે કરી રહી છે. હવે, વનડેમાં ફક્ત 330-340 રન બનાવવા પૂરતા નથી, તેથી બેટ્સમેનોનું સંપૂર્ણ ધ્યાન સેટ થયા પછી આક્રમક રીતે રમીને 370 થી 400 રન સુધી પહોંચવા પર છે. તેને કહ્યું કે મિડલ ઓર્ડરના બેટ્સમેનનું કામ ક્રીઝ પર આવતાની સાથે જ ઝડપથી રન બનાવવાનું અને સ્ટ્રાઈક ફેરવવાનું છે. બુમરાહ અને અક્ષર જેવા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં નવા ખેલાડીઓનું પરીક્ષણ કરવાની સારી તક છે જેથી એક મજબૂત ટીમ વર્લ્ડકપ માટે તૈયાર થઈ શકે.

ત્રીજી વનડે મેચની સ્થિતિ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા. કેએલ રાહુલે અણનમ 129 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. રોહિત શર્માએ 85 બોલમાં 92 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધું. તેમના કેપ્ટન શાઈ હોપે 143 બોલમાં 162 રનની મેચવિનિંગ ઈનિંગ રમી.

આ પણ વાંચો: Asian Games 2026 Closing Ceremonyમાં નીરુ ઢાંડાએ ત્રિરંગો ફરકાવ્યો, કતારને OCA ફ્લેગ સોંપ્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.