Jasprit Bumrahએ રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડ્યા, T20Iમાં બનાવ્યો મોટો રેકોર્ડ


Jasprit Bumrah
Jasprit Bumrahએ રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડ્યા, T20Iમાં બનાવ્યો મોટો રેકોર્ડ


Jasprit Bumrah
Jasprit Bumrah: એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 124 રનના મોટા માર્જિનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 9.5 ઓવરમાં માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. આ મેચમાં ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મેદાનમાં ઉતરતાની સાથે જ T20I ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેને આ બાબતમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે.
જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો
જાપાનના નિશિનમાં શ્રીલંકા સામેની સેમીફાઈનલ મેચ માટે ટોસ બાદ જસપ્રીત બુમરાહનો પ્લેઈંગ 11માં સામેલ થતાં જ તેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. ફિલ્ડિંગ માટે મેદાન ઉતરતાંની સાથે જ જસપ્રીત બુમરાહે ભારત માટે સૌથી વધુ T20I મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો. જસપ્રીત બુમરાહે હવે 13 અલગ અલગ દેશમાં T20I મેચ રમી છે, તેને વિરાટ કોહલી, રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધા છે. ત્રણેય ખેલાડીઓએ તેમના T20I કરિયરમાં 12 દેશમાં મેચ રમી છે.
જાપાનમાં રમતા પહેલા જસપ્રીત બુમરાહ ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, યુએઈ, યુએસએ, વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વેમાં T20I મેચ રમી ચૂક્યો છે. જાપાનમાં તેના આગમન સાથે તેની T20I મેચની સંખ્યા 13 થઈ ગઈ છે. વિરાટ કોહલી અને રોહિતે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે ભુવનેશ્વર કુમારની ભારતીય T20 ટીમમાં વાપસી થવાની શક્યતા ઓછી છે. પરિણામે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ લાંબા સમય સુધી અતૂટ રહેવાની શક્યતા છે.
ભારત માટે સૌથી વધુ દેશમાં T20I મેચ રમનારા ખેલાડીઓ
13 - જસપ્રીત બુમરાહ
12 - વિરાટ કોહલી
12 - રોહિત શર્મા
12 - ભુવનેશ્વર કુમાર
શ્રીલંકા સામે જસપ્રીત બુમરાહે મચાવી ધૂમ
શ્રીલંકા સામેની સેમીફાઈનલ મેચમાં જસપ્રીત બુમરાહે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું, પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે કુલ 2 ઓવર ફેંકી, ફક્ત 7 રન આપ્યા. જસપ્રીત બુમરાહે સિનેથ જયવર્ધને અને સોહન ડી લિવેરાને આઉટ કર્યા, જેઓ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. ત્યારબાદ તેને બોલિંગ કરવા માટે વધુ સમય મળ્યો નહીં, કારણ કે શ્રીલંકાની ટીમ ફક્ત 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારતે આ મેચ 124 રનથી જીતીને એશિયન ગેમ્સ 2026ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ભારતીય ટીમ હવે 3 ઓક્ટોબરે ગોલ્ડ મેડલ મેચમાં પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાને સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
આ પણ વાંચો: Ishan Kishanએ 8 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ મામલે ઘણા ખેલાડીઓને છોડ્યા પાછળ




