Get News Alerts

Never miss breaking news updates.

Ishan Kishanએ મચાવી ધૂમ, T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો ભારતીય બન્યો

Ishan Kishan 2026માં ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા બાદ બેટથી શાનદાર ફોર્મમાં છે, જેમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની બીજી મેચમાં 43 રનની ઈનિંગ સાથે બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી.
Nancy ShuklaUpdated on: 10 Oct 2026 04:55 PM IST
Ishan Kishanએ મચાવી ધૂમ, T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો ભારતીય બન્યોIshan Kishanએ મચાવી ધૂમ, T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો ભારતીય બન્યો

Ishan Kishan

Ishan Kishan: ભારતીય ટીમે રાંચી ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની T20 સિરીઝની બીજી મેચ 249 રન બનાવવા છતાં હારી ગઈ. આ મેચમાં 2026 માં ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર ઈશાન કિશનએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું. તેને રાંચી T20 મેચમાં 22 બોલમાં 43 રન બનાવ્યા. આ દરમિયાન ઈશાન કિશને એક એવી સિદ્ધિ હાંસલ કરી જે અત્યાર સુધી ફક્ત 2 ભારતીય ખેલાડીઓ T20 ઈન્ટરનેશનલ મેચમાં હાંસલ કરી શક્યા છે, અને હવે તે લિસ્ટમાં ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

ઈશાન T20Iમાં એક વર્ષમાં 50 થી વધુ છગ્ગા ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો

ઈશાન કિશન 2026માં T20 ઈન્ટરનેશનલ મેચમાં બેટથી જબરદસ્ત ફોર્મમાં રહ્યો છે, અને હાલમાં તે વર્તમાન ICC T20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી T20Iમાં 43 રનની ઈનિંગ દરમિયાન 2 છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે તે એક વર્ષમાં 50 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર ફક્ત ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. ઈશાન પહેલા ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે અભિષેક શર્માએ 2 વાર આ સિદ્ધિ હાંસલ કરી હતી. સૂર્યકુમાર યાદવે 1 વર્ષમાં T20I મેચમાં ભારતીય ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, તેને 2022 માં કુલ 68 છગ્ગા ફટકાર્યા હતા.

T20I માં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ

સૂર્યકુમાર યાદવ - 68 સિક્સ (2022)

અભિષેક શર્મા - 63 સિક્સ (2026)

અભિષેક શર્મા - 54 સિક્સ (2025)

ઇશાન કિશન - 51 સિક્સ (2026)

સૂર્યકુમાર યાદવ - 43 સિક્સ (2023)

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડવાથી 80 રન દૂર છે ઈશાન કિશન

ભારતીય ટીમ દ્વારા 1 વર્ષમાં T20I મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના નામે છે, જે રેકોર્ડ ઈશાન કિશન હવે તોડવાની નજીક છે. સૂર્યાએ 2022માં 1,164 રન બનાવ્યા હતા, જ્યારે કિશન 2026માં 1,085 રન બનાવી ચૂક્યો છે, અને હવે તેને આ રેકોર્ડ તોડવા માટે ફક્ત 80 રનની જરૂર છે.

આ પણ વાંચો: Tilak Varmaએ T20 ક્રિકેટમાં હાંસલ કરી આ સિદ્ધિ, આ મામલે પ્રથમ ખેલાડી બન્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.