Neeraj Yadav: ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા હતા 3 ગોલ્ડ મેડલ


Neeraj Yadav
Neeraj Yadav: ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવે કરી આત્મહત્યા, એશિયન પેરા ગેમ્સમાં જીત્યા હતા 3 ગોલ્ડ મેડલ


Neeraj Yadav
Neeraj Yadav: ભારતીય પેરા એથ્લેટિક્સ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતનાર ભારતના અનુભવી એથ્લેટ નીરજ યાદવનું 42 વર્ષની ઉંમરે આત્મહત્યાથી મોત થયું હોવાના અહેવાલ છે. તેના મોતના સમાચારથી રમતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પરંતુ તેના મોતનાં ચોક્કસ કારણો અને સંજોગોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
દિલ્હીની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ
મીડિયા રિપોર્ટ મુજબ નીરજ યાદવે પોતાના ઘરે કથિત રીતે ઝેરનું સેવન કર્યું હતું. 28 ઓક્ટોબરે દિલ્હીની એક હોસ્પિટલમાં તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે પણ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. તેમને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. પરંતુ નીરજે આવું પગલું શા માટે ભર્યું તે અંગે ચોક્કસ કારણ જણાવી શકાય તેમ ન હોવાનું તેમણે કહ્યું હતું.
નીરજ આ મહિને યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો. ડોપિંગ પ્રતિબંધને કારણે તેઓ સ્પર્ધાથી દૂર રહ્યા હોવાના અહેવાલ છે. પરંતુ આ બાબત અને તેના મોત વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની વધુ વિગતો અને તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે.
એશિયન પેરા ગેમ્સમાં ભારતને અપાવ્યા હતા 3 ગોલ્ડ મેડલ
નીરજ યાદવ ભારતના પ્રતિભાશાળી પેરા એથ્લેટ્સમાં સામેલ હતા. તેમને વર્ષ 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તેમને ભાલા ફેંક અને ચક્ર ફેંક, બંને સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
નીરજ F55 કેટેગરીમાં ભાગ લેતો હતો. આ કેટેગરીમાં શોટપુટ, ચક્ર ફેંક અને ભાલા ફેંક જેવી બેઠા રહીને રમાતી મેદાની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ત્રણ સુવર્ણ ચંદ્રક જીતનાર આ ખેલાડીના નિધનથી ભારતીય પેરા રમતજગતે એક અનુભવી ખેલાડી ગુમાવ્યો છે.
આ પણ વાંચો: ICC Rankingમાં સ્મૃતિ મંધાનાનું નંબર-1 સ્થાન છીનવાયું, હરમનપ્રીત કૌરને થયો ફાયદો





