Ind Vs NZ: ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું, માત્ર 80 બોલમાં 199 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ, અભિષેકે ફટકારી સદી


Ind Vs NZ
Ind Vs NZ: ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું, માત્ર 80 બોલમાં 199 રનનો ટાર્ગેટ કર્યો ચેઝ, અભિષેકે ફટકારી સદી


Ind Vs NZ
Ind Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવીને સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ મેચમાં અભિષેક શર્મા અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરીને ભારતીય ટીમને સરળતાથી જીત અપાવી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર સિરીઝમાં ક્લીન સ્વીપ કરવા પર રહેશે.
ન્યૂઝીલેન્ડે 198 રનનો મોટો સ્કોર બનાવ્યો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. ડેરિલ મિચેલે શાનદાર બેટિંગ કરતાં 89 રનની અણનમ ઈનિંગ રમી હતી. બેન જેકબ્સે પણ 39 રન બનાવીને ટીમના સ્કોરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. બંને બેટ્સમેન વચ્ચે ચોથી વિકેટ માટે 75 રનની અણનમ પાર્ટનરશીપ થઈ હતી. આ સિવાય ફિન એલને 40 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં અર્શદીપ સિંહ, નીતિશ રેડ્ડી અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
અભિષેક શર્માની 38 બોલમાં ધમાકેદાર સદી
199 રનના ટાર્ગેટ પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો.
બીજી તરફ અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડના બોલર્સની ધોલાઈ કરતાં માત્ર 38 બોલમાં 113 રનની તોફાની સદી ફટકારી હતી. તેને પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. બંને બેટ્સમેનની આક્રમક બેટિંગને કારણે ભારતે પ્રથમ 6 ઓવરમાં જ 118 રન બનાવી દીધા હતા.
માત્ર 13.2 ઓવરમાં ભારતની જીત
વૈભવ અને અભિષેકની શાનદાર બેટિંગ બાદ સંજુ સેમસને 18 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર 5 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. અભિષેક શર્માની વિસ્ફોટક સદી અને વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ આ મેચની સૌથી મોટી ખાસિયત રહી હતી. હવે ભારતીય ટીમની નજર બાકીની મેચો જીતીને ન્યૂઝીલેન્ડનો સિરીઢમાં ક્લીનસ્વીપ કરવા પર રહેશે.
આ પણ વાંચો: Ind Vs NZ: ભારતની જીત પર ખરાબ રોશનીની અસર, ન્યૂઝીલેન્ડ સામે જીતેલી મેચ ડ્રો થઈ





