Asian Para Gamesમાં ગુજરાતનો ડંકો, ખેલાડીઓએ ગોલ્ડ સહિત અનેક મેડલ જીતી વધાર્યું ગૌરવ

Asian Para Games: એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. અંજના બુંબાડિયાએ ગોલ્ડ જીત્યો છે. તમામ ખેલાડીઓનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું છે.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 06:12 PM IST
Asian Para Gamesમાં ગુજરાતનો ડંકો, ખેલાડીઓએ ગોલ્ડ સહિત અનેક મેડલ જીતી વધાર્યું ગૌરવAsian Para Gamesમાં ગુજરાતનો ડંકો, ખેલાડીઓએ ગોલ્ડ સહિત અનેક મેડલ જીતી વધાર્યું ગૌરવ

Asian Para Games

Asian Para Games: જાપાનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતના પેરા એથ્લેટ્સે શાનદાર પ્રદર્શન કરીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરીને મેડલ જીતનારા ખેલાડીઓ અમદાવાદ પરત ફરતાં તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા મેડલ વિજેતા ખેલાડીઓનું ભાવભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.

અંજના બુંબાડિયાએ ગોલ્ડ મેડલ જીતી વધાર્યું ગૌરવ

જાપાનમાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ખેલાડી અંજના બુંબાડિયાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેની આ સફળતાથી ગુજરાતના રમતગમત ક્ષેત્રમાં ખુશીની લહેર પ્રસરી છે. ઈન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતીને તેમણે રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

નિમિષા, તેજલ અને રાકેશે પણ જીત્યા મેડલ

અંજના બુંબાડિયા સિવાય ગુજરાતના અન્ય ખેલાડીઓએ પણ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિમિષા, તેજલ અને રાકેશે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ખેલાડીઓની આ સિદ્ધિ તેમની મહેનત, દૃઢ મનોબળ અને સતત અભ્યાસનું પરિણામ છે.

અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

મેડલ જીતીને અમદાવાદ પરત ફરેલા તમામ ખેલાડીઓનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને રમતપ્રેમીઓએ ખેલાડીઓનું સન્માન કરીને તેમની સિદ્ધિને વધાવી હતી.

ગુજરાતના આ પેરા એથ્લેટ્સે સાબિત કર્યું છે કે દૃઢ ઈચ્છાશક્તિ અને સતત મહેનતથી કોઈપણ પડકારને પાર કરી શકાય છે. તેમની સફળતા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. ઈન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ ઉજ્જવળ કરનારા આ ખેલાડીઓની સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.

આ પણ વાંચો: Team Indiaએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 2.2 ઓવરમાં 50 રન અને 5 ઓવરમાં 100 રન બનાવ્યા

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.