ICC Rankingમાં સ્મૃતિ મંધાનાનું નંબર-1 સ્થાન છીનવાયું, હરમનપ્રીત કૌરને થયો ફાયદો

ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાનું નંબર વન સ્થાન ગુમાવ્યું છે. લૌરા વોલ્વાર્ડે નંબર વન પર પોતાનું સ્થાન મેળવ્યું છે.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 09:47 PM IST
ICC Rankingમાં સ્મૃતિ મંધાનાનું નંબર-1 સ્થાન છીનવાયું, હરમનપ્રીત કૌરને થયો ફાયદોICC Rankingમાં સ્મૃતિ મંધાનાનું નંબર-1 સ્થાન છીનવાયું, હરમનપ્રીત કૌરને થયો ફાયદો

ICC Ranking

ICC Ranking: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ICCની તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. સ્મૃતિએ નંબર-1નું સ્થાન ગુમાવતાં હવે તે બીજા નંબરે સરકી ગઈ છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની બેટ્સમેન લૌરા વોલ્વાર્ડ્ટે શાનદાર પ્રદર્શનના આધારે ટોપનું સ્થાન હાંસલ કર્યું છે. આ દરમિયાન ભારતીય ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત અન્ય ખેલાડીઓની રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે.

સ્મૃતિ મંધાનાને થયું નુકસાન

ICCની તાજેતરની વિમેન્સ વનડે બેટિંગ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ઝિમ્બાબ્વે સામેની પ્રથમ 2 મેચમાં સ્મૃતિ મંધાના માત્ર 32 રન બનાવી શકી હતી. તેના કારણે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે.

સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટ હવે 782 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. જ્યારે સ્મૃતિ મંધાના 762 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંને ખેલાડીઓ વચ્ચે માત્ર 20 પોઈન્ટનો તફાવત છે.

હરમનપ્રીત કૌરને 2 સ્થાનનો ફાયદો

ભારતીય ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. આ પ્રદર્શનના આધારે તેને ICC વનડે બેટિંગ રેન્કિંગમાં 2 સ્થાનની છલાંગ લગાવી છે. તે અગાઉ દસમા નંબરે હતી, પરંતુ હવે આઠમા સ્થાને પહોંચી ગઈ છે.

આ સિવાય પ્રતિમા રાવલે પણ પોતાની રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ઝિમ્બાબ્વે સામેની પ્રથમ વનડેમાં સદી ફટકાર્યા બાદ તે 7 સ્થાન આગળ વધીને 21મા નંબરે પહોંચી ગઈ છે. દીપ્તિ શર્માએ પણ 4 સ્થાનનો સુધારો કરીને 23મું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, પ્રતિમા રાવલ અને દીપ્તિ શર્મા ટોચના 25 બેટ્સમેનના લિસ્ટમાં સામેલ છે.

T20 રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો

વિમેન્સ T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ સુધારો કર્યો છે. શેફાલી વર્મા એક સ્થાન આગળ વધીને ત્રીજા નંબરે પહોંચી છે, જ્યારે સ્મૃતિ મંધાના એક સ્થાનના સુધારા સાથે ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયાની બેથ મૂની T20 બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. બીજી તરફ હરમનપ્રીત કૌર દસમા નંબરે યથાવત્ છે.

ભારતીય વિમેન્સ ક્રિકેટ માટે મહત્વપૂર્ણ સંકેત

વનડે રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાનું ટોચનું સ્થાન ગુમાવવું ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ ભારતીય ખેલાડીઓના એકંદર પ્રદર્શનમાં સકારાત્મક સંકેતો પણ જોવા મળી રહ્યા છે. હરમનપ્રીત કૌર, પ્રતિમા રાવલ અને દીપ્તિ શર્માની રેન્કિંગમાં થયેલો સુધારો ટીમ માટે મહત્વપૂર્ણ છે. આગામી મેચોમાં સતત સારા પ્રદર્શન દ્વારા ભારતીય ખેલાડીઓ ફરી ટોપ સ્થાનો મેળવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: Abhishek Sharmaએ માત્ર 35 બોલમાં ફટકારી સદી, વિરાટ કોહલીને છોડ્યો પાછળ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.