Team Indiaએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 2.2 ઓવરમાં 50 રન અને 5 ઓવરમાં 100 રન બનાવ્યા


Team India
Team Indiaએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 2.2 ઓવરમાં 50 રન અને 5 ઓવરમાં 100 રન બનાવ્યા


Team India
Team India: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં તોફાની બેટિંગ કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ સામે ન્યૂઝીલેન્ડના બોલર્સ લાચાર જોવા મળ્યા હતા. ભારતે માત્ર 2.2 ઓવરમાં 50 રન અને 5 ઓવરમાં 100 રન પૂરા કરીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
માત્ર 2.2 ઓવરમાં ભારતની અડધી સદી
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા. 199 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી.
અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરતાં માત્ર 2.2 ઓવરમાં જ ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચાડી દીધો હતો. આ સાથે ભારતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂર્ણ સભ્ય દેશો વચ્ચે સૌથી ઝડપથી 50 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ પહેલાં 2009માં ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડ સામે 2.4 ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. હવે ભારતીય ટીમે આ રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.
માત્ર 5 ઓવરમાં 100 રનનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય બેટ્સમેનનું તોફાન અહીં અટક્યું ન હતું. ટીમ ઈન્ડિયાએ માત્ર 5 ઓવરમાં 100 રન પૂરા કરીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આ પહેલાં રોમાનિયાની ટીમે 2021માં સર્બિયા સામે 5.2 ઓવરમાં 100 રન બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાએ 2023માં વેસ્ટ ઈન્ડીઝ સામે 5.3 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમે બંને રેકોર્ડને પાછળ છોડી દીધા હતા.
વૈભવની વિસ્ફોટક બેટિંગ, અભિષેકની સદી
વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રન ફટકારીને ભારતીય ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બીજી તરફ અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં 113 રનની તોફાની સદી ફટકારી હતી. તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થયો હતો.
ભારતે માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી હતી. અભિષેક અને વૈભવની આ ઐતિહાસિક બેટિંગ લાંબા સમય સુધી ક્રિકેટપ્રેમીઓના મનમાં યાદગાર બની રહેશે.





