IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વિમેન્સ ટીમની જાહેરાત, સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટની સંભાળશે કમાન

IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે BCCIએ ભારતીય મહિલા ટીમ જાહેર કરી છે. સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટની કેપ્ટન અને શેફાલી વર્મા T20ની વાઈસ કેપ્ટન બની.
Nancy Shukal
Nancy Shukal
IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતIND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

IND Vs SA: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં બંને દેશો વચ્ચે ટેસ્ટ, વનડે અને T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ રમાશે. આ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ત્રણેય ફોર્મેટની ટીમ જાહેર કરી છે. અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન 1 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચ રમશે. વિમેન્સ સિલેક્શન કમિટીએ દરેક ફોર્મેટ માટે અલગ-અલગ ટીમની પસંદગી કરી છે. ટેસ્ટ અને વનડે ટીમમાં શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવા જાણીતા ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

T20 ટીમમાં શેફાલી વર્માને મળી વાઈસ કેપ્ટનશીપ

T20 ટીમની કમાન પણ સ્મૃતિ મંધાનાના હાથમાં રહેશે, જ્યારે શેફાલી વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. આ ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનૂષ્કા શર્મા જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. આ સિવાય હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પણ ટીમનો ભાગ છે.

બોલિંગ વિભાગમાં શ્રી ચરણી, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી અને સાયલી સતઘરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમનજોત કૌરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ટેસ્ટ અને વનડે ટીમમાં દીપ્તિ શર્માને વાઈસ કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. વિકેટકીપર તરીકે રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયાની પસંદગી કરવામાં આવી છે.

ભારતીય વિમેન્સ ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ: 9 ડિસેમ્બર, ગ્કેબર્હા

પ્રથમ વનડે: 16 ડિસેમ્બર, પાર્લ

બીજી વનડે: 19 ડિસેમ્બર, કેપટાઉન

ત્રીજી વનડે: 22 ડિસેમ્બર, બ્લોમફોન્ટેન

પ્રથમ T20: 26 ડિસેમ્બર, બેનોની

બીજી T20: 29 ડિસેમ્બર, પોચેફસ્ટ્રૂમ

ત્રીજી T20: 30 ડિસેમ્બર, પોચેફસ્ટ્રૂમ

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વિમેન્સ ટીમ

ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (વાઈસ કેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.

વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (ઉપકપ્તાન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.

T20 ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઈસ કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની, અનૂષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી અને સાયલી સતઘરે.

આ પણ વાંચો: Diwali 2026: MS ધોનીથી લઈને અભિષેક શર્મા સુધીના સ્ટાર્સનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક