Diwali 2026: MS ધોનીથી લઈને અભિષેક શર્મા સુધીના સ્ટાર્સનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક


Diwali 2026: ભારતીય ક્રિકેટર્સે દિવાળીનું કર્યું સેલિબ્રેશન
Diwali 2026: MS ધોનીથી લઈને અભિષેક શર્મા સુધીના સ્ટાર્સનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક


Diwali 2026: ભારતીય ક્રિકેટર્સે દિવાળીનું કર્યું સેલિબ્રેશન
Diwali 2026: 8 નવેમ્બરે સમગ્ર દેશમાં પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોથી લઈને બોલીવુડ અને ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓએ પણ પરિવાર સાથે આ તહેવારની ખુશીઓ વહેંચી હતી.
ભારતીય ક્રિકેટર્સે પણ દિવાળીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, અભિષેક શર્મા, સચિન તેંડુલકર, સુરેશ રૈના અને શ્રેયસ ઐયર સહિતના ખેલાડીઓનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો. ક્રિકેટર્સની આ તસવીરો ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે.
View post on Instagram
સાક્ષી ધોનીએ શેર કરી પરિવારની તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે દિવાળીની ઉજવણી કરી હતી. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ધોની લાઈટ ગ્રીન કલરના કુર્તામાં જોવા મળ્યો હતો, જ્યારે સાક્ષી બ્લેક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. તેમની દીકરી જીવા પણ તસવીરમાં જોવા મળી હતી. ત્રણેયના કપાળ પર તિલક અને ચહેરા પર સ્માઈલ જોવા મળ્યું હતું.
View post on Instagram
અભિષેક શર્માનો પર્પલ લુક ચર્ચામાં
ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન અભિષેક શર્માએ પણ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી, જેમાં તે પર્પલ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. અભિષેકનો આ ફેસ્ટિવ લુક ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો.
View post on Instagram
સચિન તેંડુલકરે પત્ની સાથે કરી લક્ષ્મી પૂજા
ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પત્ની અંજલિ તેંડુલકર સાથે દિવાળીના પર્વ પર લક્ષ્મી પૂજન કર્યું હતું. બંને હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. તેની સામે પૂજાની થાળી, ફળ, ફૂલો અને દીવાઓથી સુંદર ધાર્મિક માહોલ સર્જાયો હતો.
View post on Instagram
સુરેશ રૈના અને શ્રેયસ ઐયરનો સ્ટાઈલિશ અંદાજ
પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પત્ની પ્રિયંકા સાથે દિવાળીની ઉજવણીની તસવીરો શેર કરી હતી. રૈના બ્લેક કલરના કુર્તામાં અને પ્રિયંકા પર્પલ કલરના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. રૈનાએ ચાહકોને શુભેચ્છા પાઠવતાં દરેકના જીવનમાં ખુશી, પ્રેમ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.
View post on Instagram
બીજી તરફ ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરનો સ્ટાઈલિશ અંદાજ પણ જોવા મળ્યો હતો. તેને ઓફ-વ્હાઈટ કલરનો કુર્તો અને જેકેટ પહેર્યું હતું. પાછળ ગલગોટાનાં ફૂલોથી કરેલી સુંદર સજાવટ તેની તસવીરોને વધુ આકર્ષક બનાવી રહી હતી. આ રીતે ભારતીય ક્રિકેટર્સે પરિવાર સાથે દિવાળીની ખુશીઓ માણી અને ફેન્સને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Arjun Rajput: 19 વર્ષનો અર્જુન રાજપૂત કોણ છે? પાકિસ્તાન સામે ફટકારી ધમાકેદાર સદી




