Get News Alerts

Never miss breaking news updates.

IND Vs WI ત્રીજી ODI પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી થયો બહાર, રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

IND Vs WI વચ્ચે 3 મેચની ODI સિરીઝની ત્રીજી મેચ 3 ઓક્ટોબરે રમાશે. પ્રસિદ્ધ કૃષ્ણા આ મેચમાંથી બહાર થયો છે અને તેના સ્થાને અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Nancy ShuklaUpdated on: 01 Oct 2026 05:19 PM IST
IND Vs WI ત્રીજી ODI પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી થયો બહાર, રિપ્લેસમેન્ટની કરી જાહેરાતIND Vs WI ત્રીજી ODI પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી થયો બહાર, રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

IND Vs WI

IND Vs WI: વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં એક મોટો ફેરફાર થયો છે. યુવાન ફાસ્ટ બોલર અંશુલ કંબોજે ઈજાગ્રસ્ત પ્રસિદ્ધ કૃષ્ણાનું સ્થાન લીધું છે. બુધવારે ગુવાહાટીમાં બીજી વનડે દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાને ઈજા થઈ હતી, જેના કારણે તે ફક્ત 5 ઓવર જ બોલિંગ કરી શક્યો હતો. હવે તે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. પરિણામે અંશુલ કંબોજને તેના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

BCCIએ જાહેરાત કરી છે કે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાનારી ત્રીજી વનડે માટે અંશુલ કંબોજનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંશુલ કંબોજ ઓસ્ટ્રેલિયા A સામેની મેચ અધવચ્ચે જ છોડી ગયો છે.

અંશુલ કંબોજ પુડુચેરીમાં ઈન્ડિયા A માટે એક અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. તેને પહેલી ઈનિંગમાં 3 વિકેટ લીધી હતી. મેચમાંથી ખસી જતા પહેલા તેને બીજી ઈનિંગમાં 2 ઓવર ફેંકી હતી. તેના સ્થાને પ્રફુલ હિંગેને ઈન્ડિયા Aની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

અંશુલ કંબોજ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યો

અંશુલ કંબોજનું ભારત A ટીમમાંથી અચાનક વિદાય થવું આશ્ચર્યજનક હતું, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે તેને ભારતની ODI ટીમમાં બોલાવવામાં આવ્યો છે. અંશુલ કંબોજ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેને પોતાની પહેલી ટેસ્ટમાં માત્ર 1 વિકેટ લીધી હતી. તેને 2025માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

અંશુલ કંબોજ પાસે વધારે ગતિ નથી, પરંતુ તે સચોટ લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરે છે. IPL 2026માં તેની બોલિંગમાં એક અનોખી તીક્ષ્ણતા જોવા મળી. તેને ડેથ ઓવર્સમાં બોલિંગ કરી અને સચોટ યોર્કર ફેંક્યા. તેની અલગ અલગ સ્ટાઈલને કારણે તેને ભારતની ODI ટીમમાં સ્થાન મળ્યું છે.

પ્રસિદ્ધ કૃષ્ણાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે તે ત્રીજી વનડે અને અન્ય મેચો ગુમાવી શકે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે.

આ પણ વાંચો: Team Indiaએ શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઈનલમાં કરી એન્ટ્રી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.