IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, ચોથી વનડેમાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ચોથી વનડેમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ નહીં રમે. રોહિત શર્મા સાથે ઋતુરાજ ગાયકવાડ કે ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.
Nancy Shukal
Nancy Shukal
IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર?IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર?

IND Vs NZ: રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર?

IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 વનડે મેચની સિરીઝની ચોથી મેચ 13 નવેમ્બરના રોજ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ વખતે નવો ઓપનિંગ પાર્ટનર મળી શકે છે. કારણ કે કેપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર બેટર કેએલ રાહુલ છેલ્લી બે વનડે મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. બંને ખેલાડીઓ આગામી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ટીમમાંથી બહાર રહેશે.

શ્રેયસ ઐયરના હાથમાં ટીમ ઈન્ડિયાની કમાન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે શુક્રવારે રમાવાની છે. સિરીઝની છેલ્લી બે મેચમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ નહીં રમે. તેમના સ્થાને ટીમની કેપ્ટનશિપની જવાબદારી શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે. શ્રેશ્રેયસ ઐયર પ્રથમ વખત વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે ચોથી વનડેમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે? શુભમન ગિલની ગેરહાજરીમાં ભારતીય ટીમ પાસે આ સ્થાન માટે બે વિકલ્પ છે.

ઋતુરાજ ગાયકવાડ કે ઈશાન કિશન, કોને મળશે તક?

શુભમન ગિલની જગ્યાએ ઓપનિંગ માટે ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનના નામ ચર્ચામાં છે. ઈશાન કિશનને બાકીની 2 મેચ માટે વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તેથી પ્લેઈંગ-11માં તેનું સ્થાન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, રોહિત શર્મા સાથે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી વધુ વનડે મેચ રમી નથી, પરંતુ જ્યારે પણ તેને તક મળી છે ત્યારે તેને પોતાની ક્ષમતા સાબિત કરી છે. જો ઈશાન ઓપનિંગ નહીં કરે તો તેને કેએલ રાહુલના સ્થાને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવી શકે છે.

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ

ભારતીય ટીમ: રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), અક્ષર પટેલ, ઈશાન કિશન (વિકેટકીપર), નમન ધીર, ઔકિબ નબી, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, તિલક વર્મા, કુલદીપ યાદવ, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર.

ન્યૂઝીલેન્ડની ટીમ: વિલ યંગ, ફિન એલન, નિક કેલી, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડીન ફોક્સક્રોફ્ટ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમિસન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેથ્યુ ફિશર, મેટ હેનરી, માઈકલ બ્રેસવેલ, મિચેલ હે અને બ્રેટ રેન્ડેલ.

આ પણ વાંચો: IND Vs NZ Test: ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંત થયો ફિટ