IND Vs NZ Test: ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંત થયો ફિટ

IND Vs NZ Test: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંતને CoE તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું છે. તે આગામી 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે.
Nancy Shukal
Nancy Shukal
IND Vs NZ Test: ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંત ફિટIND Vs NZ Test: ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંત ફિટ

IND Vs NZ Test: ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંત ફિટ

IND Vs NZ Test: ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંત સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. તેને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) તરફથી રમવાની મંજૂરી મળી ગઈ છે.

12 નવેમ્બરે ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ હવે રિષભ પંત આગામી 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે. તેની વાપસીથી શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમને મોટી મજબૂતી મળશે.

રિષભ પંતે 10 અને 11 નવેમ્બરે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ તથા સિમ્યુલેશન ટેસ્ટ આપ્યા હતા. બંને પરીક્ષણોમાં સફળ રહ્યા બાદ તેને આગામી ટેસ્ટ સિરીઝમાં રમવા માટે લીલી ઝંડી મળી છે. અગાઉ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ અંતિમ નિર્ણય ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર હતો.

ઈરાની કપ દરમિયાન થઈ હતી ઈજા

રિષભ પંતને ઓક્ટોબરની શરૂઆતમાં ઈરાની કપ દરમિયાન સાઈડ સ્ટ્રેનની ઈજા થઈ હતી. તે સમયે તે રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ઈજાને કારણે તેને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. ત્યારથી તે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો.

ઈજાના કારણે રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ઈન્ડિયા-A માટે રમાયેલી ત્રણ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પણ ભાગ લઈ શક્યો ન હતો. આ મેચ દ્વારા ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ સમયસર ફિટનેસ હાંસલ કરીને રિષભ પંતે ટીમમાં વાપસીનો માર્ગ મોકળો કર્યો છે.

19 નવેમ્બરથી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં શરૂ થશે, જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ઝડપી બોલરો સામે રિષભ પંતની આક્રમક બેટિંગ અને વિકેટકીપિંગ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેની વાપસીથી ભારતીય ટીમનું બેટિંગ લાઈનઅપ વધુ મજબૂત બનવાની આશા છે.

આ પણ વાંચો: U19 Asia Cup: સેમીફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ફાઈનલમાં પાકિસ્તાન સામે ટક્કર