Get News Alerts

Never miss breaking news updates.

IND Vs WI: પહેલી T20Iમાં નમન ધીરનું ડેબ્યૂ, 9 દિવસમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં રમશે

IND Vs WI વચ્ચેની પહેલી T20 મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નમન ધીરને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.
Nancy ShuklaUpdated on: 06 Oct 2026 07:13 PM IST
IND Vs WI: પહેલી T20Iમાં નમન ધીરનું ડેબ્યૂ, 9 દિવસમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં રમશેIND Vs WI: પહેલી T20Iમાં નમન ધીરનું ડેબ્યૂ, 9 દિવસમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં રમશે

Naman Dhir

IND Vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સિરીઝની પહેલી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં યુવા ભારતીય ઓલરાઉન્ડર નમન ધીરને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. મેચ શરૂ થાય તે પહેલા જ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે તેને ડેબ્યૂ કેપ આપી હતી.

છેલ્લા કેટલાક દિવસો નમન ધીર માટે ખૂબ જ ખાસ રહ્યો છે. માત્ર 9 દિવસ પહેલા તેને ભારતીય ટીમ માટે પોતાની પહેલી ODI રમી હતી. હવે તેને T20Iમાં પણ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.

નમન ધીરે 27 સપ્ટેમ્બરે વનડેમાં ડેબ્યૂ કર્યું

નમન ધીરે 27 સપ્ટેમ્બરના રોજ ODIમાં ડેબ્યૂ કર્યું હતું. ODIમાં તેના શાનદાર પ્રદર્શન અને ઘરેલુ મેચમાં સતત ઓલરાઉન્ડ પ્રદર્શન બાદ, ટીમ મેનેજમેન્ટે T20 ફોર્મેટમાં પણ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે તેને T20 ફોર્મેટમાં પણ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. 2 અલગ અલગ ફોર્મેટમાં દેશનું આટલી ઝડપથી પ્રતિનિધિત્વ કરવું એ કોઈપણ યુવા ખેલાડી માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે નમન ધીર તેમની પ્રથમ T20I મેચમાં કેવું પ્રદર્શન કરે છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Another #TeamIndia Cap to cherish and celebrate 🧢👏

All smiles as Naman Dhir receives his T20I debut cap from Arshdeep Singh 🙌

Updates ▶️ https://t.co/2czVyKWreK

#INDvWI | @mflone_ https://t.co/LrmwyiKBxv</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2107458562868044243?ref_src=twsrc%5Etfw">October 6, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

3 ODI મેચોમાં નમન ધીરનું પ્રદર્શન કેવું રહ્યું?

નમન ધીરના ODI કરિયરની શરૂઆત સારી રહી છે. તેને પોતાની પહેલી 3 ODI મેચમાં માત્ર બેટથી જ નહીં, પણ પોતાની ઓફ-સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી પણ મેચનો માર્ગ બદલવાની ક્ષમતા દર્શાવી. પરંતુ તેને પહેલી 2 ODI મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. તેને પહેલી બે ODI મેચમાં બોલિંગ કરવાની તક મળી, પરંતુ તે 1 પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODI મેચમાં તેને બેટથી 30 રન બનાવ્યા અને 1 વિકેટ પણ લીધી.

કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ વખતે શું કહ્યું?

ટોસ જીત્યા પછી, કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું, "આ મેચમાં પહેલા બોલિંગ કરીશું. પીચ લાલ અને કાળી માટીની છે, અને પછી ઝાકળ પડશે. તેથી જ અમે પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું." એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ જીતવા અંગે શ્રેયસ ઐયરે કહ્યું કે "તે જીત હવે ભૂતકાળની વાત છે, અને જાપાનથી અહીં સુધીની સફર ખૂબ જ કંટાળાજનક હતી. મારી પાસે ઘરે ફક્ત 1 દિવસ હતો, અને પછી આખી રાત મુસાફરી કર્યા પછી હું ગઈકાલે રાત્રે અહીં પહોંચ્યો. પરંતુ અત્યારે હું સંપૂર્ણપણે મેચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અને આજની રમત વિશે વિચારી રહ્યો છું. સ્વાભાવિક છે કે, આ અમારા માટે એક મોટો પડકાર બનવાનો છે."

આ પણ વાંચો: India Vs West Indies વચ્ચેની T20 મેચ કેટલા વાગ્યે થશે શરૂ? જાણો ડિટેલ્સ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.