IND Vs NZ: ધ્રુવ જુરેલે 88 રન ફટકારી ભારતની લાજ બચાવી, બુમરાહને મળી વિકેટ


IND Vs NZ: જાણો કેવો રહ્યો ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટનો ત્રીજા દિવસ?
IND Vs NZ: ધ્રુવ જુરેલે 88 રન ફટકારી ભારતની લાજ બચાવી, બુમરાહને મળી વિકેટ


IND Vs NZ: જાણો કેવો રહ્યો ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટનો ત્રીજા દિવસ?
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 116 રન હતો.
આવી સ્થિતિમાં ટીમ 200 રનનો આંકડો પણ પાર કરી શકશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા હતા. પરંતુ વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. બીજી તરફ જસપ્રીત બુમરાહને પણ ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં વિકેટ મળી હતી.
ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં 46 ઓવરમાં 3 વિકેટે 133 રન બનાવ્યા હતા. રાચિન રવિન્દ્ર 46 રન અને ડેરિલ મિચેલ 5 રન સાથે અણનમ રહ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની કુલ લીડ 243 રનની થઈ હતી. ત્રીજા દિવસે કુલ 86.1 ઓવરની રમત થઈ હતી, જેમાં 7 વિકેટના નુકસાન પર 263 રન બન્યા હતા.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Stumps on Day 3!
Jasprit Bumrah and Washington Sundar with the wickets in the last session ☝️
Back tomorrow for the penultimate day of the series.
Scorecard ▶️ https://t.co/6iCwvH4Zap
#TeamIndia | #NZvIND https://t.co/YFd3nwaJeB</p>— BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2126914536926241182?ref_src=twsrc%5Etfw">November 29, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ધ્રુવ જુરેલે 88 રન બનાવી ભારતની ઈનિંગ સંભાળી
ભારત તરફથી નંબર-7 પર બેટિંગ કરવા આવેલા ધ્રુવ જુરેલે 14 ચોગ્ગાની મદદથી 88 રન બનાવ્યા હતા. તે ભારતીય ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો હતો. ધ્રુવ જુરેલે ગુરનૂર બ્રાર સાથે મળીને નવમી વિકેટ માટે 123 બોલમાં 64 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પાર્ટનરશીપના કારણે ભારતનો સ્કોર 246 રન સુધી પહોંચ્યો હતો. પરંતુ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રથમ ઈનિંગના 356 રનથી 110 રન પાછળ રહી હતી.
જસપ્રીત બુમરાહને 292 બોલ બાદ મળી વિકેટ
પ્રથમ ઈનિંગમાં જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ મળી ન હતી. પરંતુ ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં તેને કેપ્ટન ટોમ લાથમને આઉટ કરીને વિકેટ મેળવવાની રાહ પૂરી કરી હતી. જસપ્રીત બુમરાહને છેલ્લી વિકેટ વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મળી હતી. ત્યાર બાદ 292 બોલ સુધી તેને સફળતા મળી ન હતી. ત્રીજા દિવસે ટોમ લાથમની વિકેટ સાથે તેની આ રાહનો અંત આવ્યો હતો.




