ICC Test Ranking: ICC ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનો દબદબો, જસપ્રીત બુમરાહે લગાવી મોટી છલાંગ


ICC Test Ranking: ગિલ, જયસ્વાલ અને બુમરાહને રેન્કિંગમાં થયો ફાયદો
ICC Test Ranking: ICC ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનો દબદબો, જસપ્રીત બુમરાહે લગાવી મોટી છલાંગ


ICC Test Ranking: ગિલ, જયસ્વાલ અને બુમરાહને રેન્કિંગમાં થયો ફાયદો
ICC Test Ranking: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ધૂમ મચાવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ જાહેર થયેલી નવી રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન અને બોલર્સને ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને ઓપનર યશસ્વી જયસ્વાલે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. બીજી તરફ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલર્સના લિસ્ટમાં ત્રણ સ્થાન આગળ વધીને બીજા ક્રમે પહોંચી ગયો છે.
હેરી બ્રુક પ્રથમ અને જો રૂટ બીજા ક્રમે યથાવત
ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં ઈંગ્લેન્ડના હેરી બ્રુક 861 રેટિંગ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડનો જ જો રૂટ 816 રેટિંગ સાથે બીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાને એક સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ 807 રેટિંગ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ એક સ્થાન નીચે સરકીને 799 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. જ્યારે સ્ટીવ સ્મિથ 790 રેટિંગ સાથે પાંચમા સ્થાને યથાવત છે.
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને મોટો ફાયદો
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત એક સ્થાન આગળ વધીને 744 રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. કેપ્ટન શુભમન ગિલે બે સ્થાનની છલાંગ લગાવી છે. તે 728 રેટિંગ સાથે સાતમા ક્રમે છે. ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્ર બે સ્થાન નીચે સરકીને આઠમા ક્રમે પહોંચ્યો છે.
ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 5 સ્થાનની છલાંગ લગાવી છે. 713 રેટિંગ સાથે તે હવે નવમા ક્રમે છે. અગાઉ તે ટોપ-10માંથી બહાર થઈ ગયો હતો, પરંતુ નવા રેન્કિંગમાં ફરી ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. અફઘાનિસ્તાનના રહમત શાહ બે સ્થાનના નુકસાન સાથે દસમા ક્રમે છે.
બોલર્સના લિસ્ટમાં બુમરાહ બીજા ક્રમે
ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક પ્રથમ સ્થાન પર યથાવત છે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 856 રેટિંગ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ટોપ-10 ટેસ્ટ બોલર્સના લિસ્ટમાં સ્થાન મેળવનાર બુમરાહ એકમાત્ર ભારતીય બોલર છે.
આ પણ વાંચો: IPL 2027 Auction: IPL ઓક્શન માટે 1,220 ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 17 દેશના ખેલાડીઓ સામેલ




