IPL 2027 Auction: IPL ઓક્શન માટે 1,220 ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 17 દેશના ખેલાડીઓ સામેલ

IPL 2027 Auction: IPL ઓક્શન માટે 17 દેશના 1,220 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ 10 ટીમ પાસે મળીને માત્ર 66 સ્લોટ જ ખાલી છે.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027 Auction: 1,220 ખેલાડીઓ વચ્ચે 66 સ્લોટ માટે જંગIPL 2027 Auction: 1,220 ખેલાડીઓ વચ્ચે 66 સ્લોટ માટે જંગ

IPL 2027 Auction: 1,220 ખેલાડીઓ વચ્ચે 66 સ્લોટ માટે જંગ

IPL 2027 Auction: આગામી IPL સીઝન માટે યોજાવનારા ખેલાડીઓના ઓક્શન પહેલાં મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવનારા ઓક્શન માટે કુલ 1,220 ખેલાડીઓએ પોતાના નામ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. આ લિસ્ટમાં ભારત સહિત 17 દેશના ખેલાડીઓ સામેલ છે. પરંતુ આ વખતે તમામ ટીમો પાસે મળીને વધુમાં વધુ 66 ખેલાડીઓ માટે જ જગ્યા ખાલી છે. એટલે કે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઓક્શનમાં સામેલ થવા છતાં મર્યાદિત ખેલાડીઓને જ ખરીદદારો મળશે.

1,220 ખેલાડીઓમાં 939 ભારતીય અને 281 વિદેશી

આ વખતે ઓક્શન માટે 939 ભારતીય અને 17 દેશના 281 વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ રિટેન્શન પ્રક્રિયા દરમિયાન તમામ 10 ટીમે મળીને કુલ 184 ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખ્યા હતા. હવે ટીમો પાસે કુલ 66 સ્લોટ ખાલી છે, જેમાં 25 વિદેશી ખેલાડીઓ માટેના સ્લોટનો સમાવેશ થાય છે. બાકીના સ્લોટ ભારતીય ખેલાડીઓ માટે ઉપલબ્ધ રહેશે.

ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

રજિસ્ટર્ડ ખેલાડીઓના લિસ્ટમાં 184 કેપ્ડ, 994 અનકેપ્ડ અને એસોસિયેટ દેશોના 42 ખેલાડીઓનો સમાવેશ થાય છે. અનકેપ્ડ ખેલાડીઓમાં 925 ભારતીય છે. તેમાંથી 127 ખેલાડીઓ અગાઉની IPL સીઝનમાં રમી ચૂક્યા છે.

વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 53 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ સાઉથ આફ્રિકાના 40, વેસ્ટ ઈન્ડિઝના 36, ન્યૂઝીલેન્ડના 25 અને અફઘાનિસ્તાનના 23 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

એસોસિયેટ દેશોમાંથી પણ ખેલાડીઓએ ઓક્શન માટે નામ નોંધાવ્યાં છે. અમેરિકાના 13 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે UAE અને નેપાળના 10-10 ખેલાડીઓ આ લિસ્ટમાં સામેલ છે.

કઈ ટીમ પાસે કેટલા સ્લોટ ખાલી છે?

ઓક્શન પહેલાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી વધુ 9-9 સ્લોટ ખાલી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 8 અને લખનૌ સુપર જાયન્ટ્સ પાસે 7 સ્લોટ ઉપલબ્ધ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે 6-6 ખેલાડીઓ ખરીદવાના છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પાસે 5, જ્યારે ગુજરાત ટાઈટન્સ પાસે માત્ર 3 સ્લોટ ખાલી છે.

આમ, 1,220 ખેલાડીઓના લિસ્ટમાંથી ટીમો પોતાની જરૂરિયાત અને ઉપલબ્ધ બજેટ પ્રમાણે ખેલાડીઓ પસંદ કરશે. અંતે માત્ર 66 ખેલાડીઓ જ IPLની ટીમોમાં સ્થાન મેળવી શકશે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi: બે મેચની નિષ્ફળતા બાદ વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો ખાસ પ્લાન, 204 રનની ઐતિહાસિક ઈનિંગ બાદ ખોલ્યું મોટું રહસ્ય