ICC Rankingમાં અભિષેક શર્માએ મચાવી ધૂમ, તિલક વર્માને થયું નુકસાન


ICC Ranking
ICC Rankingમાં અભિષેક શર્માએ મચાવી ધૂમ, તિલક વર્માને થયું નુકસાન


ICC Ranking
ICC Ranking: ICC રેન્કિંગ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યું છે. સ્ટાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ આ વખતે નોંધપાત્ર છલાંગ લગાવી છે, તેને પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાનને પાછળ છોડી દીધો છે. આ દરમિયાન ભારતના ઈશાન કિશન પોતાનું નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે અને નોંધપાત્ર લીડ ધરાવે છે. જોસ બટલરે પણ થોડો ફાયદો મેળવ્યો છે, જ્યારે તિલક વર્મા રેન્કિંગમાં વધુ નીચે સરકી ગયો છે.
ICC T20 રેન્કિંગમાં ઈશાન કિશન નંબર 1 બેટ્સમેન
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન T20I સિરીઝ પહેલા ICCએ નવું T20I રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતનો ઈશાન કિશન નંબર 1 પર છે, જે હાલમાં 913 રેટિંગ ધરાવે છે. અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી સિરીઝની પહેલી મેચમાં ઈશાને 42 રન બનાવ્યા હતા અને બીજી મેચમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. આનાથી તેને તેના રેન્કિંગ અને રેટિંગમાં ફાયદો થઈ રહ્યો છે.
અભિષેક શર્માને થયો ફાયદો
આ દરમિયાન ભારતીય ઓપનર અભિષેક શર્મા એક સ્થાન આગળ વધીને બીજા નંબરે પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે 862 છે. અભિષેકે અફઘાનિસ્તાન સામેની શરૂઆતની મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન પાકિસ્તાનનો શાહિબઝાદા ફરહાન ત્રીજા નંબરે પહોંચી ગયો છે, જેનું રેટિંગ હાલમાં 848 છે.
જોસ બટલરને પણ એક સ્થાનનો ફાયદો થયો
આ વખતે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનર જોસ બટલરે પણ નોંધપાત્ર છલાંગ લગાવી છે. તે હવે એક સ્થાન આગળ વધીને 7મા નંબરે પહોંચી ગયો છે. શ્રીલંકા સામે ચાલી રહેલી સિરીઝની પહેલી મેચમાં જોસે 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જોસ બટલરના આગળ વધવાને કારણે ભારતના તિલક વર્માને ઝટકો લાગ્યો છે. તે 740 રેટિંગ સાથે 8મા નંબરે પહોંચી ગયો છે. ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ હજુ બાકી છે. તે મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન આગામી રેન્કિંગ પર અસર કરશે. તે જાણવા માટે આપણે થોડા દિવસો રાહ જોવી પડશે.
આ પણ વાંચો: Asian Games: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો બહાર





