IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, શ્રેયસ ઐયરને મળી કેપ્ટનશીપ


IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર
IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, શ્રેયસ ઐયરને મળી કેપ્ટનશીપ


IND Vs NZ: છેલ્લી બે વનડે માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની છેલ્લી 2 મેચ માટે ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સિરીઝની પ્રથમ 3 મેચ બાદ હવે બાકીની 2 મેચ માટે ટીમ ઈન્ડિયાની નવી સ્ક્વોડ જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્ત્વનો ફેરફાર કેપ્ટનશીપમાં થયો છે. નિયમિત કેપ્ટન શુભમન ગિલની જગ્યાએ હવે શ્રેયસ ઐયર ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે ઈશાન કિશનને ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
13 નવેમ્બરે રમાશે ચોથી વનડે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ 13 નવેમ્બર, શુક્રવારે રમાશે. આ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં યોજાશે. સિરીઝની પાંચમી અને છેલ્લી વનડે 15 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે.
વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ 19 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. વનડે સિરીઝ અને ટેસ્ટ વચ્ચે ઓછો સમય હોવાથી ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે છેલ્લી બે વનડેમાંથી બહાર થયા છે. તેમાં શુભમન ગિલ, કેએલ રાહુલ અને અંશુલ કંબોજનો સમાવેશ થાય છે. શુભમન ગિલ ટેસ્ટ સિરીઝમાં પણ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
તિલક વર્મા સહિત ત્રણ નવા ખેલાડીઓને તક
છેલ્લી 2 વનડે માટે તિલક વર્મા, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ઔકિબ નબી પણ ટીમમાં યથાવત્ છે. શ્રેયસ ઐયર અગાઉ ટીમનો વાઈસ કેપ્ટન હતો, પરંતુ હવે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના સ્થાને ઈશાન કિશનને વાઈસ કેપ્ટનની જવાબદારી મળી છે. કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવશે.
છેલ્લી બે વનડે માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, નમન ધીર, ઔકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.
હવે જોવાનું એ રહેશે કે છેલ્લી 2 મેચમાં નવા સામેલ થયેલા ખેલાડીઓમાંથી કોને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે અને શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સિરીઝનો અંત કેવો કરે છે.
આ પણ વાંચો: U19 Asia Cup: અંડર-19 એશિયા કપની ચારેય સેમીફાઈનલ ટીમ નક્કી, ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ટક્કર!




