ICC ODI Ranking: વનડે રેન્કિંગમાં રોહિત શર્માને મોટો ઝટકો, ટોપ-10માં પણ થયા મોટા ફેરફાર


ICC ODI Ranking: રોહિત શર્માને વનડે રેન્કિંગમાં ઝટકો
ICC ODI Ranking: વનડે રેન્કિંગમાં રોહિત શર્માને મોટો ઝટકો, ટોપ-10માં પણ થયા મોટા ફેરફાર


ICC ODI Ranking: રોહિત શર્માને વનડે રેન્કિંગમાં ઝટકો
ICC ODI Ranking: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વનડે ક્રિકેટની નવી ખેલાડી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ વખતે ભારતીય ખેલાડીઓના સ્થાનમાં ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે, જ્યારે પૂર્વ કેપ્ટન રોહિત શર્માને એક સ્થાનનું નુકસાન થયું છે. બીજી તરફ વિરાટ કોહલી ત્રીજા નંબર પર યથાવત્ છે. ટોપ-10માં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ખેલાડીઓની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે.
રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ નંબરે
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ જાહેર થયેલી નવી રેન્કિંગમાં શુભમન ગિલ 806 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ નંબરે યથાવત્ છે. ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ 778 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. સિરીઝની છેલ્લી 2 મેચમાં ગિલ રમી શક્યો ન હતો, તેમ છતાં તેમનું ટોચનું સ્થાન જળવાઈ રહ્યું છે.
વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા પાંચમા નંબરે
ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી 757 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાનને એક સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ 752 પોઈન્ટ સાથે ચોથા નંબર પર પહોંચી ગયા છે.
બીજી તરફ રોહિત શર્માને એક સ્થાનનું નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. તેઓ બે વખત ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. હવે 732 રેટિંગ પોઈન્ટ સાથે તેઓ પાંચમા નંબરે છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. જ્યારે ઈંગ્લેન્ડનો બેન ડકેટ 699 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
બાબર આઝમ અને જો રૂટને ફાયદો
નવી રેન્કિંગમાં પાકિસ્તાનના બાબર આઝમને એક સ્થાનનો ફાયદો થયો છે. ઈંગ્લેન્ડના જો રૂટે બે સ્થાનની છલાંગ લગાવી છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસને પણ બે સ્થાનનો ફાયદો થયો છે અને તે ટોપ-10માં દસમા નંબરે પહોંચી ગયો છે.
આ સિવાય ઈંગ્લેન્ડના ટોમ બેન્ટનને સૌથી મોટો ફાયદો થયો છે. તેઓ એકસાથે 34 સ્થાન આગળ વધીને 13મા નંબરે પહોંચી ગયો છે. તેનું રેટિંગ 628 છે. આગામી વનડે મેચો બાદ રેન્કિંગમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: IPL 2027 Auction: 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો ક્યાં યોજાશે ઓક્શન?




