IPL 2027 Auction: 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો ક્યાં યોજાશે ઓક્શન?


IPL 2027 Auction: 16 ડિસેમ્બરે ગોવામાં લાગશે ખેલાડીઓની બોલી
IPL 2027 Auction: 16 ડિસેમ્બરે ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો ક્યાં યોજાશે ઓક્શન?


IPL 2027 Auction: 16 ડિસેમ્બરે ગોવામાં લાગશે ખેલાડીઓની બોલી
IPL 2027 Auction: આગામી વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ને લઈને તૈયારીઓ તેજ બની છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પણ ટીમોમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે. હવે ક્રિકેટ ફેન્સની નજર આગામી મિની ઓક્શન પર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઓક્શનની તારીખ અને સમયની પુષ્ટિ કરવામાં આવી છે.
16 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી શરૂ થશે ઓક્શન
IPL 2027 માટે ખેલાડીઓનો ઓક્શન 16 ડિસેમ્બર, 2026ના રોજ યોજાશે. આ વખતે ઓક્શનનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે અને તેના માટે ગોવાની પસંદગી કરવામાં આવી છે. બુધવારે યોજાનારી આ ઓક્શન સવારે 11 વાગ્યે શરૂ થશે. અગાઉની કેટલીક ઓક્શન સાંજના સમયે શરૂ થઈને મોડી રાત સુધી ચાલતી હતી, પરંતુ આ વખતે દિવસ દરમિયાન જ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. ઓક્શન મોડી સાંજ સુધી ચાલી શકે છે.
10 ટીમોમાં 66 ખેલાડીઓની જગ્યા ખાલી
રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ 10 ટીમો પાસે કુલ 66 ખેલાડીઓની જગ્યા ખાલી છે. આમાંથી વધુમાં વધુ 25 વિદેશી ખેલાડીઓ ખરીદી શકાશે. રિટેન્શન દરમિયાન ગુજરાત ટાઈટન્સે સૌથી વધુ 22 ખેલાડીઓને પોતાની સાથે રિટેન કર્યા છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે 19-19 ખેલાડીઓને રિટેન કર્યા છે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">The stage is set for the next big bidding battle 🙌
The #TATAIPL 2027 Player Auction is set to take place on December 16, 2026 in Goa 🌴
#TATAIPLAuction https://t.co/NIRc7pChaO</p>— IndianPremierLeague (@IPL) <a href="https://x.com/IPL/status/2122939172327719050?ref_src=twsrc%5Etfw">November 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી મોટું પર્સ
ઓક્શન પહેલાં ઉપલબ્ધ બજેટની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે 41.65 કરોડ રૂપિયા છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે આશરે 40 કરોડ અને દિલ્હી કેપિટલ્સ પાસે લગભગ 39 કરોડ રૂપિયા બાકી છે.
બીજી તરફ ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી ઓછું બજેટ છે. ટીમના પર્સમાં 9 કરોડ રૂપિયાથી પણ ઓછી રકમ બચી છે. હવે આ બજેટના આધારે ફ્રેન્ચાઈઝીઓ પોતાની ટીમને મજબૂત બનાવવા માટે ખેલાડીઓ પર દાવ લગાવશે.
આ પણ વાંચો: IPL 2027 Retained Players List: તમામ 10 ટીમોની રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર




