Shubman Gill: ICC આ નિર્ણયની નહીં કરે સમીક્ષા, શુભમન ગિલે કરી હતી મંજૂરી આપવાની અપીલ

Shubman Gill: શુભમન ગિલે કૂકાબુરા બોલ ઝડપથી નરમ પડતો હોવાની દલીલ સાથે લાળના ઉપયોગની મંજૂરી માગી હતી, પરંતુ ICC હાલ પ્રતિબંધની સમીક્ષા નહીં કરે.
Nancy Shukal
Nancy Shukal
Shubman Gill: શુભમન ગિલે આ મંજૂરી આપવાની કરી અપીલ!Shubman Gill: શુભમન ગિલે આ મંજૂરી આપવાની કરી અપીલ!

Shubman Gill: શુભમન ગિલે આ મંજૂરી આપવાની કરી અપીલ!

Shubman Gill: ક્રિકેટમાં બોલને ચમકદાર રાખવા માટે બોલર્સ ઘણીવાર તેના પર લાળ (સ્લાઈવા) લગાવતા હતા. પરંતુ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન સુરક્ષાનાં કારણોસર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારથી આ નિયમ અમલમાં છે. આ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપવાની તરફેણ કરી હતી. પરંતુ હવે મીડિયા રિપોર્ટ મુજબ ICCની હાલ આ નિયમની સમીક્ષા કરવાની કોઈ યોજના નથી.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ બાદ શુભમન ગિલે ઉઠાવ્યો હતો મુદ્દો

ભારતીય ટીમ હાલમાં શુભમન ગિલની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. બંને દેશ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ પરિણામને કારણે ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં પણ નુકસાન થયું હતું.

આ મેચ બાદ શુભમન ગિલે બોલ પર લાળના ઉપયોગ અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેના મતે, કૂકાબુરા બોલ ઝડપથી નરમ પડી જાય છે. આવી સ્થિતિમાં બોલર્સને બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ICC હાલ આ નિયમમાં ફેરફાર કરવાના મૂડમાં નથી.

2020માં કોરોના મહામારી દરમિયાન લાગ્યો હતો પ્રતિબંધ

વર્ષ 2020માં કોરોના મહામારી ફેલાયા બાદ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ICCએ બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ આ નિયમને કાયમી કરવામાં આવ્યો હતો. હાલ ખેલાડીઓ બોલને ચમકાવવા માટે કપડાં કે હાથથી ઘસી શકે છે, પરંતુ તેના પર લાળ લગાવી શકતા નથી. જો કોઈ ખેલાડી આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

મેચ દરમિયાન નિયમનું પાલન કરાવવું મુશ્કેલ

બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ પાછળનું એક કારણ તેની દેખરેખ પણ છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ ટીમના ખેલાડીઓ ખાવા માટે મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરતા હોય છે. આવા પદાર્થો હાથ પર રહી જાય અને બોલના સંપર્કમાં આવે તો તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. દરેક સમયે આ બાબત પર નજર રાખવી મુશ્કેલ હોવાથી ICCએ લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. શુભમન ગિલે આ નિયમમાં ફેરફાર કરવાની જરૂરિયાત દર્શાવી હોવા છતાં હાલ ICC તરફથી કોઈ રાહત મળવાની શક્યતા દેખાતી નથી.

આ પણ વાંચો: Jamshed Alam: જમશેદ આલમે રચ્યો ઈતિહાસ, T20 ડેબ્યૂમાં સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપી