Dhruv Jurel: ધ્રુવ જુરેલે ધોની-મોરેના ખાસ ક્લબમાં બનાવી જગ્યા, સદી ચૂકી જવા છતાં હાંસલ કરી મોટી સિદ્ધિ


Dhruv Jurel: ધ્રુવ જુરેલે ધોની-મોરેના ક્લબમાં બનાવી જગ્યા
Dhruv Jurel: ધ્રુવ જુરેલે ધોની-મોરેના ખાસ ક્લબમાં બનાવી જગ્યા, સદી ચૂકી જવા છતાં હાંસલ કરી મોટી સિદ્ધિ


Dhruv Jurel: ધ્રુવ જુરેલે ધોની-મોરેના ક્લબમાં બનાવી જગ્યા
Dhruv Jurel: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે એક સમયે માત્ર 116 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ધ્રુવ જુરેલે નીચલા ક્રમના બેટ્સમેનનો સાથે મળીને ઈનિંગને સંભાળી હતી અને ટીમને 246 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ધ્રુવ જુરેલ આ મેચમાં વિદેશી ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ સદીથી માત્ર 12 રન દૂર રહી ગયો હતો. તેઓ 88 રનની ઈનિંગ રમીને સદી ચૂકી ગયા, પરંતુ તેમ છતાં એમએસ ધોની અને કિરણ મોરેના એક ખાસ ક્લબમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા.
ન્યૂઝીલેન્ડમાં આવું કરનારા ત્રીજા ભારતીય બન્યો ધ્રુવ જુરેલ
વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ન્યૂઝીલેન્ડ સામેની બંને ટેસ્ટમાં નિષ્ણાત બેટ્સમેન તરીકે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધ્રુવ જુરેલે પોતાના પ્રદર્શનથી આ નિર્ણયને યોગ્ય સાબિત કર્યો છે. વેલિંગ્ટન ટેસ્ટમાં તેને 78 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેમના બેટમાંથી 88 રન આવ્યા હતા.
આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં ભારતીય ખેલાડી તરીકે સાતમા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતાં બે કે તેથી વધુ અડધી સદી ફટકારનારો ધ્રુવ જુરેલ માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. તેના પહેલાં એમએસ ધોની ત્રણ વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે, જ્યારે કિરણ મોરેએ બે વખત આવું કર્યું હતું.
અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો ધ્રુવ જુરેલ
ન્યૂઝીલેન્ડમાં સાતમા કે તેનાથી નીચેના નંબરે બેટિંગ કરતાં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ ધ્રુવ જુરેલ તોડી શક્યો નથી. આ રેકોર્ડ અજિંક્ય રહાણેના નામે છે. વર્ષ 2014માં વેલિંગ્ટન ટેસ્ટ દરમિયાન રહાણેએ 118 રનની સદી ફટકારી હતી. આ લિસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 88 રનની ઈનિંગ સાથે ધ્રુવ જુરેલ બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબરે તેમની વેલિંગ્ટન ટેસ્ટમાં રમાયેલી 78 રનની ઈનિંગનો પણ સમાવેશ થાય છે.
ન્યૂઝીલેન્ડમાં સાતમા કે તેનાથી નીચેના ક્રમે સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડી
અજિંક્ય રહાણે – 118 રન (2014, વેલિંગ્ટન)
ધ્રુવ જુરેલ – 88 રન (2026, ક્રાઈસ્ટચર્ચ)
સૈયદ કિરમાણી – 78 રન (1981, ઓકલેન્ડ)
ધ્રુવ જુરેલ – 78 રન (2026, વેલિંગ્ટન)
જવાગલ શ્રીનાથ – 76 રન (1999, હેમિલ્ટન)




