BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક

BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ 2026 માટે ભાવિકા અહીરેની આગેવાની હેઠળ 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થઈ છે. ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ઉતરશે.
Nancy Shukal
Nancy Shukal
BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતની ટીમ જાહેરBCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતની ટીમ જાહેર

BCCI: અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતની ટીમ જાહેર

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી અંડર-19 વિમેન્સ એશિયા કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર-બેટર ભાવિકા અહીરેને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે અનાદિ તાગડે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે.

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન તરીકે ઉતરશે. તેથી ટીમની નજર ફરી એકવાર ખિતાબ જીતવા અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા પર રહેશે.

15 વર્ષની ઉમા કાશવી બોલિંગમાં મચાવે છે ધૂમ

ભારતીય ટીમની યુવા બોલર ઉમા કાશવી પણ શાનદાર ફોર્મમાં છે. માત્ર 15 વર્ષની ઉમા કાશવીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી T20 સિરીઝમાં અત્યાર સુધી પાંચ વિકેટ ઝડપી છે. સિરીઝની પ્રથમ મેચમાં તેને 3 વિકેટ લઈને પોતાની બોલિંગનો દમ બતાવ્યો હતો.

ઉમા કાશવી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઓક્શનમાં ખરીદાયેલી સૌથી નાની ઉંમરની ખેલાડી બની ત્યારે પણ ચર્ચામાં આવી હતી. હવે એશિયા કપમાં પણ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

ભારતે જીત્યો હતો પ્રથમ અંડર-19 વિમેન્સ એશિયા કપ

ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ તાજેતરમાં વયજૂથની ટૂર્નામેન્ટ અને તૈયારીનો હિસ્સો રહ્યા છે. તેમાં નેપાળ સામે રમાયેલી ટ્રાય સિરીઝનો પણ સમાવેશ થાય છે. ભાવિકા અહીરે અને ઈશ્વરી અવસરેને એશિયા કપમાં રમવાનો અગાઉનો અનુભવ પણ છે. બંને ખેલાડીઓ 2024માં યોજાયેલા પ્રથમ અંડર-19 વિમેન્સ એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ હતી.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 News 🚨

India U19 squad for ACC U19 Women’s Asia Cup announced.

More Details 🔽

https://t.co/5brQNRJtnG</p>&mdash; BCCI Women (@BCCIWomen) <a href="https://x.com/BCCIWomen/status/2126630411279499501?ref_src=twsrc%5Etfw">November 28, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

તે ટૂર્નામેન્ટમાં નિકી પ્રસાદની કેપ્ટનશીપ હેઠળ ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે ભારતીય ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

અંડર-19 વિમેન્સ એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ

ભાવિકા અહીરે (કેપ્ટન અને વિકેટકીપર), અનાદિ તાગડે (વાઈસ કેપ્ટન), ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મહેક નરવાસે, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે, દીયા યાદવ, શ્રેયા એસ. ચવ્હાણ (વિકેટકીપર), સમૈરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશવી, અચસા પરમાર, પલક સિંહ.

ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારતનું શાનદાર પ્રદર્શન

એશિયા કપ પહેલાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની અંડર-19 વિમેન્સ ટીમ સામે 5 મેચની T20 સિરીઝ રમી રહી છે. ભારતે શરૂઆતની બંને મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે.

શનિવાર, 28 નવેમ્બરે વડોદરાના BCA સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 6 વિકેટે 230 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અચસા પરમાર અને દીયા યાદવની શાનદાર બેટિંગ

ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં અચસા પરમાર ભારતીય બેટિંગની મજબૂત કડી બનીને ઉભરી છે. તેને પ્રથમ T20માં 52 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં પણ તેનું બેટ ચાલ્યું હતું અને તેને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

બીજી તરફ, દીયા યાદવે પણ પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ મેચમાં 29 રન બનાવ્યા બાદ બીજી T20માં તેણે માત્ર 49 બોલમાં 87 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

અચસા પરમાર અને દીયા યાદવની શાનદાર ફોર્મ એશિયા કપમાં ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે યુવા ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં પણ આ જ ફોર્મ જાળવી રાખે છે કે નહીં.

આ પણ વાંચો: DyCM Harsh Sanghavi: આદિવાસી યુવાનો સાથે વોલીબોલ રમશે DyCM હર્ષ સંઘવી, ખેલાડીઓ રમવા માટે ઉત્સાહિત, જુઓ VIDEO