Akash Deep: આકાશ દીપના હેલ્મેટ પર બે વખત વાગ્યો બોલ, કન્કશનના કારણે મેદાનની બહાર, ધ્રુવ જુરેલે આપ્યું હેલ્થ અપડેટ

Akash Deep: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આકાશ દીપના હેલ્મેટ પર બે વખત બોલ વાગ્યો હતો. કન્કશનના કારણે તે બહાર થયો, હવે ધ્રુવ જુરેલે તેની તબિયત અંગે માહિતી આપી.
Nancy Shukal
Nancy Shukal
Akash Deep: આકાશ દીપની ઈજા પર ધ્રુવ જુરેલે આપ્યું અપડેટAkash Deep: આકાશ દીપની ઈજા પર ધ્રુવ જુરેલે આપ્યું અપડેટ

Akash Deep: આકાશ દીપની ઈજા પર ધ્રુવ જુરેલે આપ્યું અપડેટ

Akash Deep: ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપને ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું. બેટિંગ દરમિયાન તેના હેલ્મેટ પર બે વખત બોલ વાગ્યો હતો. ત્યારબાદ તેને દુખાવા સાથે સુસ્તીનો અનુભવ થવા લાગ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ભારતીય મેડિકલ ટીમે તેને મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. હવે વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે આકાશ દીપની તબિયત અંગે અપડેટ આપ્યું છે.

આકાશ દીપની તબિયત હવે સારી

ધ્રુવ જુરેલે જણાવ્યું કે આકાશ દીપ એક ફાઈટર ખેલાડી છે, પરંતુ હેલ્મેટ પર બે વખત બોલ વાગ્યા બાદ તેને થોડી મુશ્કેલી થઈ હતી. તેને દુખાવો થવાની સાથે સુસ્તી પણ અનુભવાઈ રહી હતી. પરંતુ હવે તેની તબિયત સારી છે અને મેડિકલ ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">𝗨𝗽𝗱𝗮𝘁𝗲

Akash Deep got hit on his helmet while batting on Day 3 of the second Test against New Zealand in Christchurch. Prasidh Krishna has replaced him as a concussion substitute.

The BCCI Medical Team is monitoring him.

#TeamIndia | #NZvIND</p>&mdash; BCCI (@BCCI) <a href="https://x.com/BCCI/status/2126864662541332831?ref_src=twsrc%5Etfw">November 29, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

મીડિયા સાથે વાતચીત દરમિયાન જુરેલે કહ્યું કે આકાશ એક ફાઈટર ક્રિકેટર છે, પરંતુ તેને બે વખત બોલ વાગ્યો હતો. ત્યારબાદ તેને થોડી સુસ્તી અને દુખાવો અનુભવાયો હતો. મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે, પરંતુ હવે તે ઠીક છે.

કાઈલ જેમિસનનો બોલ બે વખત હેલ્મેટ પર વાગ્યો

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગની 53મી ઓવર દરમિયાન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસનનો બોલ 2 વખત આકાશ દીપના હેલ્મેટ પર વાગ્યો હતો. તે સમયે આકાશ 11 રન બનાવીને રમી રહ્યો હતો. ઈજા છતાં તેને બેટિંગ ચાલુ રાખી હતી અને ધ્રુવ જુરેલ સાથે આઠમી વિકેટ માટે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી હતી. આકાશે 52 બોલમાં 29 રન બનાવ્યા હતા, પરંતુ નાથન સ્મિથે તેને આઉટ કર્યો હતો.

આકાશ દીપના સ્થાને ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગની શરૂઆતમાં ભારતીય ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાને કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ, કાઈલ જેમિસને પણ આકાશ દીપને ઈજા થતાં નિરાશા વ્યક્ત કરી હતી. તેને ભારતીય બોલર ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. જેમિસને કહ્યું કે કોઈ ખેલાડી સાથે આવું થાય તે સારું નથી. સાથે જ તેને ઈજા છતાં આકાશે કરેલી સંઘર્ષપૂર્ણ બેટિંગની પ્રશંસા પણ કરી હતી.

ન્યૂઝીલેન્ડે 243 રનની લીડ મેળવી

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં 3 વિકેટે 133 રન બનાવ્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડની કુલ લીડ 243 રનની થઈ હતી. રાચિન રવિન્દ્ર 46 રન અને ડેરિલ મિચેલ 5 રન બનાવીને અણનમ રહ્યા હતા.

આ પણ વાંચો: Mohammed Shami: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા મોહમ્મદ શમી, રમતગમતના વિકાસ અંગે થઈ ચર્ચા