Get News Alerts

Never miss breaking news updates.

Ajit Agarkar પોતાના કોન્ટ્રાક્ટમાં વધારો ઈચ્છતા નથી, બોર્ડ સેક્રેટરીએ ચીફ સિલેક્ટરના ભવિષ્ય પર આપ્યું મોટું નિવેદન

Ajit Agarkar: ભારતના ચીફ સિલેક્ટર અજિત અગરકરે 4 ઓક્ટોબરે તેમનો કરાર સમાપ્ત થયા પછી તેમના પદ પરનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની ના પાડી છે.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 05:08 PM IST
Ajit Agarkar પોતાના કોન્ટ્રાક્ટમાં વધારો ઈચ્છતા નથી, બોર્ડ સેક્રેટરીએ ચીફ સિલેક્ટરના ભવિષ્ય પર આપ્યું મોટું નિવેદનAjit Agarkar પોતાના કોન્ટ્રાક્ટમાં વધારો ઈચ્છતા નથી, બોર્ડ સેક્રેટરીએ ચીફ સિલેક્ટરના ભવિષ્ય પર આપ્યું મોટું નિવેદન

Ajit Agarkar

Ajit Agarkar: ભારતીય ક્રિકેટ ટીમ અંગે મોટા સમાચાર આવ્યા છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે નવા ચીફ સિલેક્ટરની શોધમાં છે. હકીકતમાં BCCIના વર્તમાન ચીફ સિલેક્ટર અજિત અગરકરે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી છે કે તેઓ હવે ચીફ સિલેક્ટર તરીકે કામ કરવા માગતા નથી.

અજીત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે. આ દરમિયાન BCCI સચિવ દેવજીત સૈકિયાએ પણ અજિત અગરકરના ભવિષ્ય અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ચીફ સિલેક્ટરના ભવિષ્ય અંગે દેવજીત સૈકિયાએ શું કહ્યું?

BCCIની વાર્ષિક બેઠક બાદ બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકરને પદ પર ચાલુ રાખવા કે દૂર કરવા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. તેમને કહ્યું કે તેમના કાર્યકાળમાં હજુ 15 દિવસ બાકી છે અને ક્રિકેટમાં 15 દિવસ ઘણો લાંબો સમય છે, તેથી બોર્ડ યોગ્ય સમયે પોતાનો નિર્ણય જાહેર કરશે.

દેવજીત સૈકિયાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ બેઠકમાં કોઈ ચોક્કસ વ્યક્તિની ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠક બાદ દેવજીત સૈકિયાએ એશિયા કપની બંને ટ્રોફી BCCI ઓફિસમાં લાવવાની પણ વાત કરી હતી .

અજિત અગરકર 2023માં ચીફ સિલેક્ટર બન્યો

અજિત અગરકર જુલાઈ 2023માં ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બન્યા. તેમને ભવિષ્ય માટે નવા ખેલાડીઓ વિકસાવવા માટે BCCI અને અન્ય ટીમ અધિકારીઓ સાથે નજીકથી કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ સારું પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે 2023 અને 2025 માં એશિયા કપ જીત્યો, 2023 ODI વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી, 2024 અને 2026 માં બે વાર T20 વર્લ્ડકપ જીત્યો અને 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી.

IPL 2027 માટે મીની ઓક્શન ડિસેમ્બરમાં યોજાશે

IPL 2027 માટે મીની ઓક્શન ડિસેમ્બરમાં યોજાશે. આ 2023 થી 2027 વચ્ચેની છેલ્લી મીની ઓક્શન હશે. IPLના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે BCCIએ આગામી સીઝનને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ સાથે અરુણ ધુમલ અને ખૈરુલ મઝુમદારને ફરીથી IPL ગવર્નિંગ કાઉન્સિલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ એ પણ માહિતી આપી હતી કે રાજ્ય ક્રિકેટ સંગઠનો પણ દિવ્યાંગ ક્રિકેટરોને મદદ કરવા માટે સામેલ થશે. BCCI ડિસેમ્બર 2027 માં 100 વર્ષ પૂર્ણ કરશે, તેથી આ ખાસ પ્રસંગે, ડિસેમ્બર 2027 થી આખા વર્ષ માટે ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટર બની

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.