Get News Alerts

Never miss breaking news updates.

Asian Games 2026નો ધમાકેદાર પ્રારંભ, મનુ ભાકર-પવન સેહરાવતે ત્રિરંગો લહેરાવ્યો

Asian Games 2026: નાગોયામાં 20મી એશિયન ગેમ્સનો રંગબેરંગી અને હાઈટેક સેરેમની સાથે પ્રારંભ થયો. મનુ ભાકર અને પવન સેહરાવતે ત્રિરંગો લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 06:01 PM IST
Asian Games 2026નો ધમાકેદાર પ્રારંભ, મનુ ભાકર-પવન સેહરાવતે ત્રિરંગો લહેરાવ્યોAsian Games 2026નો ધમાકેદાર પ્રારંભ, મનુ ભાકર-પવન સેહરાવતે ત્રિરંગો લહેરાવ્યો

Asian Games 2026

Asian Games 2026: નાગોયામાં 2026 એશિયન ગેમ્સની શરૂઆત શનિવારે 19 સપ્ટેમ્બર જાપાનના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે રંગબેરંગી અને હાઈટેક ઓપનિંગ સેરેમની સાથે થઈ.

જાપાનના સમ્રાટ નારુહિતોએ મહારાણી માસાકો, રાજવી પરિવારના સભ્યો, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)ના અધ્યક્ષ શેખ જુઆન બિન હમાદ અલ થાની અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રમુખ કર્સ્ટી કોવેન્ટ્રીની હાજરીમાં રમતોની શરૂઆતની ઘોષણા કરી.

લગભગ 2 કલાક ચાલેલી સેરેમનીની શરૂઆત જાપાની રાષ્ટ્રગીતથી થઈ. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ લહેરાયો. જાપાની સ્વ-રક્ષા દળના 9 સભ્યોએ ધ્વજને સ્ટેજ પર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ સ્ટેડિયમની લાઈટો બંધ કરવામાં આવી, અને એક સ્પોટલાઈટથી જાપાની રાષ્ટ્રધ્વજ પ્રકાશિત થયો.

મનુ ભાકર અને પવન સહેરાવતે ત્રિરંગો લહેરાવ્યો

ત્યારબાદ 45 દેશોના રમતવીરોની પરેડ અને OCA રેફ્યુજી ટીમે કૂચ કરી. કુલ 46 ટીમે માર્ચ કરી. પરેડમાં ભાગ લેનાર અફઘાનિસ્તાન સૌપ્રથમ હતું, જ્યારે એશિયાનું રમતગમત પાવરહાઉસ ચીન, 800 થી વધુ રમતવીરોની ટુકડી સાથે ધ્યાનનું કેન્દ્ર હતું.

ભારતની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ 2 વખતના પેરિસ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને હાંગઝોઉ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ વિજેતા કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે કર્યું હતું, બંનેએ પરંપરાગત નેવી બ્લુ આઉટફિટ પહેર્યો હતો અને ત્રિરંગો હાથમાં લીધો હતો.

છેલ્લી ઘડીએ પવન સેહરાવતને તજિન્દરપાલ સિંહ તૂરના સ્થાને ધ્વજવંદનકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તૂર સેરેમની માટે જરૂરી સત્તાવાર કીટ સમયસર મેળવી શક્યા ન હતા, તેથી તેઓ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લઈ શક્યા ન હતા.

હાઈટેક અને રંગબેરંગી કાર્યક્રમ વચ્ચે ખાલી બેઠકોએ ધ્યાન ખેંચ્યું , સ્ટેડિયમમાં ઘણી બેઠકો ખાલી જોવા મળી. સેરેમનીમાં સામાન્ય રીતે જોવા મળતી વિશાળ ભીડ અને ધમાલ પણ ઓછી દેખાતી હતી. આવી સ્થિતિમાં, ખાલી સ્ટેન્ડ્સે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. 501 સભ્યોની ભારતીય ટુકડી આ રમતોમાં ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા 2023ના હાંગઝોઉ એશિયન ગેમ્સ કરતાં વધુ સારા પ્રદર્શન પર નજર રાખી રહી છે. ભારતે ત્યાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં 28 ગોલ્ડ સહિત 106 મેડલ જીત્યા હતા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.

ઘણી મેચો શરૂ થઈ ગઈ છે

એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલા જ ઘણી રમતોમાં સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. વિમેન્સ ક્રિકેટમાં, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે યજમાન જાપાનને 8 વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.

ભારત ટેકબોલમાં પણ મેડલ માટે સ્પર્ધામાં છે, જે રમત પહેલીવાર એશિયન ગેમ્સમાં સામેલ થઈ છે. ભારતની ક્વિમ્સી ડિસોઝા શનિવારે વિમેન્સ સિંગલ્સની સેમીફાઈનલમાં હારી ગઈ હતી. તે હવે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે.

એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે 45 દેશોના લગભગ 11,000 રમતવીરો અને ઓસીએ રેફ્યુજી ટીમ 43 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કુલ 469 સુવર્ણ ચંદ્રકો દાવ પર છે.

આ પણ વાંચો: Ajit Agarkar પોતાના કોન્ટ્રાક્ટમાં વધારો ઈચ્છતા નથી, બોર્ડ સેક્રેટરીએ ચીફ સિલેક્ટરના ભવિષ્ય પર આપ્યું મોટું નિવેદન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.