Get News Alerts

Never miss breaking news updates.

Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટર બની

Shafali Verma: વિમેન્સ T20I ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ શ્રીલંકાની ચમારી અથાપટ્ટુના નામે છે. શેફાલી વર્મા આ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
Nancy ShuklaUpdated on: 19 Sep 2026 04:39 PM IST
Shafali Vermaએ રચ્યો ઈતિહાસ, T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટર બનીShafali Vermaએ રચ્યો ઈતિહાસ, T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટર બની

Shafali Verma

Shafali Verma: એશિયન ગેમ્સ 2026માં વિમેન્સ ક્રિકેટ સ્પર્ધાની ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ ભારત અને જાપાનની વિમેન્સ ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય વિમેન્સ ટીમે 8 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. શેફાલી વર્માએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને 15 બોલમાં 40 રનની તોફાની ઈનિંગ રમી હતી.

આ ઈનિંગ દરમિયાન શેફાલી વર્માએ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડીને એક ખાસ રેકોર્ડ લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. શેફાલી હવે વિમેન્સ T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં બીજા નંબરે સૌથી વધુ સિક્સર ફટકારનારી બેટ્સમેન બની ગઈ છે. તે ભારતીય બેટ્સમેનોમાં આ લિસ્ટમાં ટોપ પર પહોંચી ગઈ છે.

આ ખાસ લિસ્ટમાં શેફાલી વર્મા બીજા સ્થાને પહોંચી

વિમેન્સ T20I મેચોમાં 1 વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં શેફાલી વર્માએ કેપ્ટન હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી છે. હરમનપ્રીતે 2018માં 25 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે શેફાલીએ 2026માં 26 છગ્ગા ફટકારીને તેનો રેકોર્ડ તોડ્યો હતો. ખાસ વાત એ છે કે શેફાલીએ લગભગ દરેક 17મા બોલ પર એક સિક્સ ફટકારી છે, જે દર્શાવે છે કે તે કેટલી વિસ્ફોટક બેટિંગ કરી રહી છે. હવે શેફાલી ભારતમાંથી આ લિસ્ટમાં ટોચ પર છે અને દુનિયામાં ફક્ત શ્રીલંકાની ચમારી અથાપટ્ટુ તેનાથી આગળ છે. તેને 2024માં 32 છગ્ગા ફટકાર્યા હતા.

શેફાલીએ આ વર્ષે T20Iમાં 700+ રન બનાવ્યા

એશિયા કપ દરમિયાન શેફાલી વર્મા WT20Iમાં એક કેલેન્ડર વર્ષમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની . તેણે એશિયા કપ ફાઈનલમાં 68 રનની ઈનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી. તેણે આ સંદર્ભમાં હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી, જેણે 2018 માં 663 રન બનાવ્યા હતા. 2026 માં શેફાલી T20Iમાં 700 થી વધુ રન બનાવી લેશે. તે હવે સ્મૃતિ મંધાનાના રેકોર્ડને તોડવાનો પ્રયાસ કરી રહી છે, જે તેણે 2024માં 763 રન સાથે હાંસલ કર્યો હતો.

ભારત વિરુદ્ધ જાપાન મેચની સ્થિતિ

ભારત અને જાપાન વચ્ચેની મેચમાં જાપાની વિમેન્સ ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની બોલિંગ શાનદાર રહી હતી, જેમાં શ્રી ચરણીએ 4 ઓવરમાં 10 રન આપીને 4 વિકેટ લીધી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 5 ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા 59 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ભારત હવે 20 સપ્ટેમ્બરે બીજી સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશનો સામનો કરશે.

આ પણ વાંચો: Asian Games 2026: ભારતની એશિયન ગેમ્સની સેમીફાઈનલ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો ડિટેલ્સ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.