Baba Aparajith: 32 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત, 2011માં કર્યું હતું ડેબ્યૂ


Baba Aparajith: બાબા અપરાજિતે 32 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
Baba Aparajith: 32 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત, 2011માં કર્યું હતું ડેબ્યૂ


Baba Aparajith: બાબા અપરાજિતે 32 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
Baba Aparajith: ભારતીય ક્રિકેટર બાબા અપરાજિતે 32 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં લાંબું કરિયર ધરાવતા અપરાજિતને IPLની 2 ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેને ક્યારેય ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ તરફથી રમવાની તક મળી ન હતી. હવે નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ ક્ષેત્રે આગળ વધી શકે તેવી શક્યતા છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
ચેન્નાઈમાં જન્મેલા બાબા અપરાજિતે વર્ષ 2011માં પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જાન્યુઆરી 2026 સુધી તે ક્રિકેટ રમતો રહ્યો હતો. પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેને 102 મેચ રમીને 5,199 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 12 સદી અને 27 અડધી સદી આવી હતી. તેની બેટિંગ એવરેજ 39.68નો રહ્યો હતો.
IPL ટીમનો પણ રહી ચૂક્યો છે ભાગ
લિસ્ટ A ક્રિકેટમાં અપરાજિતે 114 મેચમાં 4,278 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેને 8 સદી અને 30 અડધી સદી ફટકારી હતી. જ્યારે T20 ક્રિકેટમાં 63 મેચ રમીને 1,147 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદી સામેલ છે.
IPLમાં બાબા અપરાજિત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ બંને ટીમ તરફથી તેમને મેદાનમાં રમવાની તક મળી ન હતી. તે શરૂઆતમાં તમિલનાડુ માટે રમતો હતો, પરંતુ વર્ષ 2024માં કેરળની ટીમ સાથે જોડાયો હતો અને ત્યારબાદ પણ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.
અંડર-19 વર્લ્ડકપ વિજેતા ટીમનો હતો ભાગ
વર્ષ 2012માં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમમાં બાબા અપરાજિતે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા આ વર્લ્ડ કપમાં તેવે 171 રન બનાવવાની સાથે 5 વિકેટ પણ ઝડપી હતી.
નિવૃત્તિ બાદ અપરાજિત કોચિંગ ક્ષેત્રે જોડાઈ શકે તેવી ચર્ચા છે. એક નિવેદનમાં તેને કોચિંગને પોતાનો શોખ ગણાવ્યો હતો. આથી આગામી સમયમાં તે કોઈ ટીમ સાથે કોચ તરીકે જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




