Kane Williamson: ક્રિકેટમાંથી કોચિંગમાં નવી ઈનિંગ શરૂ કરશે કેન વિલિયમસન, SA20માં બન્યો ડરબન સુપર જાયન્ટ્સનો હેડ કોચ


Kane Williamson: કેન વિલિયમસન બન્યો ડરબન સુપર જાયન્ટ્સનો હેડ કોચ
Kane Williamson: ક્રિકેટમાંથી કોચિંગમાં નવી ઈનિંગ શરૂ કરશે કેન વિલિયમસન, SA20માં બન્યો ડરબન સુપર જાયન્ટ્સનો હેડ કોચ


Kane Williamson: કેન વિલિયમસન બન્યો ડરબન સુપર જાયન્ટ્સનો હેડ કોચ
Kane Williamson: ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન હવે ક્રિકેટમાં નવી ભૂમિકા ભજવતા જોવા મળશે. સાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઈઝી આધારિત T20 લીગ SA20માં તેને ડરબન સુપર જાયન્ટ્સના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ વિલિયમસન કોચિંગની દુનિયામાં પોતાની નવી ઈનિંગ શરૂ કરશે.
SA20ની આગામી સિઝન 17 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ખેલાડીઓના ઓક્શન બાદ તમામ 6 ટીમોની સ્ક્વોડ તૈયાર થઈ ગઈ છે. હવે ફ્રેન્ચાઈઝીઓ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે. ડરબન સુપર જાયન્ટ્સે પણ હેડ કોચની જવાબદારી માટે વિલિયમસન પર પસંદગી કરી છે. અગાઉ 2023ની સિઝનથી લઈને છેલ્લી સિઝન સુધી સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂઝનર આ જવાબદારી સંભાળી રહ્યા હતા.
ટોમ મૂડી સાથે મળીને કામ કરશે કેન વિલિયમસન
કેન વિલિયમસન જુલાઈ 2026માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે 2025 અને 2026ની SA20 સિઝનમાં ડરબન સુપર જાયન્ટ્સ તરફથી ખેલાડી તરીકે રમ્યો હતો. હવે એ જ ટીમના હેડ કોચ તરીકે નવી જવાબદારી સંભાળશે.
આ પહેલાં 2026ની IPL સિઝનમાં વિલિયમસને લખનૌ સુપર જાયન્ટ્સ માટે સ્ટ્રેટેજિક એડવાઈઝરની ભૂમિકા ભજવી હતી. ડરબન સુપર જાયન્ટ્સના હેડ કોચ બન્યા બાદ તે ક્રિકેટ ડાયરેક્ટર ટોમ મૂડી સાથે મળીને કામ કરશે. પરંતુ ટીમના અન્ય કોચિંગ સ્ટાફ અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ડરબન સુપર જાયન્ટ્સની છેલ્લી સિઝન રહી હતી નિરાશાજનક
લાન્સ ક્લૂઝનરના કોચિંગ હેઠળ ડરબન સુપર જાયન્ટ્સનું SA20માં પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. 4 સિઝનમાં ટીમ 3 વખત લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ટીમનું સૌથી સારું પ્રદર્શન 2024ની સિઝનમાં જોવા મળ્યું હતું, જ્યારે તેને રનર-અપ તરીકે ટુર્નામેન્ટ પૂર્ણ કરી હતી.
ગત સિઝનમાં ડરબન સુપર જાયન્ટ્સે લીગ સ્ટેજમાં રમેલી 10 મેચમાંથી માત્ર 3 માં જીત મેળવી હતી અને પાંચમા સ્થાને રહી હતી. હવે નવા હેડ કોચ કેન વિલિયમસનના માર્ગદર્શન હેઠળ ટીમ આગામી સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરવા પ્રયાસ કરશે. ડરબન સુપર જાયન્ટ્સ આગામી સિઝનમાં પોતાનો પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ પ્રિટોરિયા કેપિટલ્સ સામે રમશે.
આ પણ વાંચો: Ind Vs NZ: હેગલી ઓવલમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ રેકોર્ડ? ભારતીય ટીમ પર રહેશે દબાણ?




