Ind Vs Eng: ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય U19 ટીમ જાહેર, 18 વર્ષની ભાવિકા અહીરેને મળી કેપ્ટનશીપ


Ind Vs Eng: U19 T20I સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર
Ind Vs Eng: ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ માટે ભારતીય U19 ટીમ જાહેર, 18 વર્ષની ભાવિકા અહીરેને મળી કેપ્ટનશીપ


Ind Vs Eng: U19 T20I સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર
Ind Vs Eng: ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડકપ 2027ની તૈયારીઓના ભાગરૂપે ભારતીય વિમેન્સ અંડર-19 ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20I સિરીઝ રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન 18 વર્ષની ભાવિકા અહીરેને સોંપવામાં આવી છે, જ્યારે અનાદી ટાગડેને ઉપકપ્તાન બનાવવામાં આવી છે.
વડોદરા અને સુરતમાં રમાશે સિરીઝ
BCCIની વિમેન્સ સિલેક્શન કમિટીએ શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 વિમેન્સ ટીમ વચ્ચે આ સિરીઝ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન રમાશે. સિરીઝની શરૂઆત વડોદરાથી થશે, જ્યારે અંતિમ 3 મેચ સુરતમાં યોજાશે.
ભાવિકા અહીરેને કેપ્ટનશીપની સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેના સિવાય શ્રેયા એસ. ચવ્હાણને બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. 15 સભ્યોની ટીમમાં ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મેહક નરવસે અને મૈત્રી મનિયાર સહિત અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વર્લ્ડકપ પહેલાં ખેલાડીઓ માટે મોટી તક
જાન્યુઆરી 2027માં યોજાનારા ICC અંડર-19 વિમેન્સ T20 વર્લ્ડકપ પહેલાં આ સિરીઝ ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ઈંગ્લેન્ડ સામેની 5 મેચમાં ખેલાડીઓને પોતાની પ્રતિભા અને ક્ષમતા સાબિત કરવાની તક મળશે. આ સાથે જ ટીમ મેનેજમેન્ટને ખેલાડીઓનું ફોર્મ, ટીમ કોમ્બિનેશન અને મેદાન પરના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">🚨 News 🚨
India U19 squad announced for T20 series at home against England U19
Details 🔽
https://t.co/OwS62ybqW6</p>— BCCI Women (@BCCIWomen) <a href="https://x.com/BCCIWomen/status/2124055194334032351?ref_src=twsrc%5Etfw">November 21, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
ભારત-ઈંગ્લેન્ડ U19 વિમેન્સ T20I સિરીઝનું શેડ્યૂલ
26 નવેમ્બર - પ્રથમ T20I, વડોદરા – સાંજે 6 વાગ્યે
28 નવેમ્બર - બીજી T20I, વડોદરા – બપોરે 1 વાગ્યે
1 ડિસેમ્બર - ત્રીજી T20I, સુરત – સાંજે 6 વાગ્યે
3 ડિસેમ્બર - ચોથી T20I, સુરત – સાંજે 6 વાગ્યે
6 ડિસેમ્બર - પાંચમી T20I, સુરત – બપોરે 1 વાગ્યે
ભારતીય અંડર-19 વિમેન્સ ટીમ
ભાવિકા અહીરે (કેપ્ટન અને વિકેટકીપર), ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા સિવાચ, મેહક નરવસે, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસારે, દિયા યાદવ, શ્રેયા એસ. ચવ્હાણ (વિકેટકીપર), સમાયરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશ્વી, અચસા પરમાર, અનાદી ટાગડે (ઉપકપ્તાન) અને પલક સિંહ.




