Get News Alerts

Never miss breaking news updates.

Seema Kumari: સીમાએ 10,000 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે 16 વર્ષ પછી જીત્યો મેડલ

Seema Kumari: ભારતીય વિમેન્સ ખેલાડી સીમાએ એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો પહેલો મેડલ જીત્યો છે. તેણે 10,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 07:51 PM IST
Seema Kumari: સીમાએ 10,000 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે 16 વર્ષ પછી જીત્યો મેડલSeema Kumari: સીમાએ 10,000 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે 16 વર્ષ પછી જીત્યો મેડલ

Seema Kumari

Seema Kumari: એશિયન ગેમ્સ 2026 માં એથ્લેટિક્સ તરફથી સારા સમાચાર છે. ભારતીય વિમેન્સ ખેલાડી સીમાએ એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે મહિલાઓની 10,000 મીટરની ફાઈનલમાં ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ રીતે ભારતને એશિયન ગેમ્સ 2026 માં પોતાનો પહેલો એથ્લેટિક્સ મેડલ મળ્યો છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સીમા કુમારીનો આ મેડલ 16 વર્ષ પછી એશિયન ગેમ્સમાં 10,000 મીટરનો પહેલો મેડલ છે. આ પહેલા ભારતે 2010 ની એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો હતો. આ બ્રોન્ઝ મેડલ સાથે ભારતના ખાતામાં મેડલની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે.

16 વર્ષ પછી પહેલો મેડલ મળ્યો

ભારતીય દોડવીર સીમાએ સારી શરૂઆત કરી અને શરૂઆતથી જ 7 ખેલાડીઓના લીડ ગ્રુપનો ભાગ રહી. 3 લેપ્સ બાકી હતા ત્યારે, તેણે યાવી અને તનાકા સાથે તાલમેલ જાળવવાનો પ્રયાસ કર્યો. આ વલણ રેસના અંત સુધી ચાલુ રહ્યું. યાવીએ અંતિમ 200 મીટરમાં ગોલ્ડ જીતવા માટે પોતાની બધી તાકાત લગાવી દીધી, જ્યારે તનાકાએ તેના ઘરના દર્શકો સામે સિલ્વર મેડલ જીત્યો.

તમને જાણીને નવાઈ લાગશે કે સીમા કુમારીનો મેડલ એશિયન ગેમ્સમાં 16 વર્ષમાં 10,000 મીટર દોડમાં ભારતનો પહેલો મેડલ છે. આ પહેલાનો મેડલ 2010 એશિયન ગેમ્સમાં આવ્યો હતો. પ્રીજા શ્રીધરને 2010 એશિયન ગેમ્સમાં 31:50.47ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે કવિતા રાઉતે 31:51.44ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતે એથ્લેટિક્સમાં પોતાનું ખાતું ખોલાવ્યું

સીમાના બ્રોન્ઝ મેડલથી એથ્લેટિક્સમાં ભારતનો રેકોર્ડ બન્યો, જેનાથી કુલ મેડલની સંખ્યા 16 થઈ ગઈ. સીમા હિમાચલ પ્રદેશની એક લોન્ગ ડિસ્ટેન્સ રનર છે, જેણે ભારતમાં 5000 મીટર અને 10000 મીટર દોડમાં પોતાનું નામ બનાવ્યું છે. તેણે મુખ્ય ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને નેશનલ અને ઈન્ટરનેશનલ સર્કિટ પર સતત સારું પ્રદર્શન કર્યું છે.

તાજેતરમાં તેણે બંને ઈવેન્ટ્સમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે શિયન ગેમ્સમાં તેણે 10,000 મીટરમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે મેડલ જીત્યો છે. વિમેન્સની 10,000 મીટરની ફાઈનલમાં બ્રુનેઈની વિનફ્રેડ યાવીએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે જાપાનની તનાકા નોઝોમીએ સિલ્વર મેડલ જીત્યો. વિનફ્રેડ યાવી 32:39.18 ના સમય સાથે પ્રથમ સ્થાને રહી. જાપાની ખેલાડી 32:41.54 ના સમય સાથે બીજા નંબરે રહી.

આ પણ વાંચો: Asian Games 2026 માટે ટીમ ઈન્ડિયાએ કરી જોરદાર તૈયારી, જાપાનમાં કરી ઈન્ડોર પ્રેક્ટિસ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.